Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

અંધશ્રદ્ધાનો જીવંત દાખલો : નર્મદાના અંતરિયાળ ગામોમાં આજના વિજ્ઞાન યુગમાં પણ ડાકણનો વ્હેમ રાખી એક પરિવારની પીટાઇ

તારી પત્ની ડાકણ છે તેમ કહી ઘરની બહાર કાઢી માર મારનાર 3 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ ભારત દેશે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં હરણફાળ પ્રગતિ કરી છે અને હજુ વધુ પ્રગતિ કરે છે છતાં નર્મદા જિલ્લાના કેટલાક અંતરિયાળ ગામોમાં હજુ અંધશ્રદ્ધા જીવિત હોય તેની તાજો દાખલો ડેડીયાપાડા ના સાંકળી ગામમાં જોવા મળ્યો છે.
  ડેડીયાપાડાના સાંકળી ગામમાં બનેલી ઘટનામાં ફરિયાદ આપનાર રામાભાઈ ભંડાભાઈ વસાવાના જણાવ્યા મુજબ તે પરિવાર સાથે પોતાના ઘરમાં સુતા હતા ત્યારે  વિજયભાઇ ગોવિંદભાઇ વસાવા ,રમેશભાઇ ગોવિંદભાઇ વસાવા, છનાભાઇ ગોવિંદભાઇ વસાવા ત્રણેય( રહે.- રહે,સાકળી તા ડેડીયાપાડા) રાત્રીના બે વાગે તેમના ઘરનો દરવાજો ખોલી તેમને સુતેલો હતા ત્યાંથી લાત મારી ઉઠાડી તારી પત્ની ડાકણ છે જેથી તમોને મારી નાખવાના છે, તેમ કહી ઘરની બહાર બળજબરીથી ખેચી જઇ રસ્તામાં માર મારતા રામાભાઈ એ બુમાબુમ કરતા તેમની પત્ની તથા તેનો નાનો ભાઇ આવી જતા રામાભાઈની પત્નીને ઢીક્કા પાટુનો માર મારી.તથા રસ્તામાં પડેલ પથ્થર ઉઠાવી રામાભાઈ ને મારી ઇજા પહોચાડી હતી. આમ ગામના જ ત્રણ વ્યક્તિઓ એ ડાકણ નો વ્હેમ રાખી પરિવાર ની પિટાઇ કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(6:20 pm IST)