Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ : સુરત સહિતના જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે આજે સુરત સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સુરતમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જે બાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના ચોકબજાર, અડાજણ, રિંગરોડ, યોગી ચોક અને વરાછા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ સિવાય સુરત જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ભારે વરસાદને પગલે સુરત સિવિલ હોસ્પિટલની બહાર પાણી ભરાઈ જતા ડૉક્ટરો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરત સિવાય દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં ઓલપાડ, બારડોલી, વલસાડ, વાપી, વ્યારાના કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ વરસ્યો હતો. સુરત ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

(6:14 pm IST)