Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ખેડબ્રહમાની હરણાવ નદીમાં નાના પુલ નજીક સાત મહિનાના બાળકનું ભ્રુણ પાણીમાં તરતું મળી આવતા જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરી

ખેડબ્રહ્મા:હરણાવ નદીમાં નાના પુલ પાસે એક સાત મહિનાનું બાળકનું ભ્રુણ પાણીમાં તરતુ હોવાનું લોકોને જાણ થતા ટોળેટોળા વળ્યા હતા. અને જીવદયાના લોકોને જાણ થતા તેઓ પણ ત્યાં પહોંચી પોલીસને જાણ કરી હતી.

ખેડબ્રહ્મા હરણાવ નદીમાં બપોરના સુમારે પાણીમાં મહિનાના બાળકનું ભ્રુણ તરતુ હોવાનું લોકોને નજરે ચડતા અને તેની જાણ જીવદયાના ભુપેન્દ્રભાઈ પટેલને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી અને પાણીમાં તરતુ ભ્રુણ બહાર કાઢ્યું હતું અને પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

(6:01 pm IST)