Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શામળાજી પોલીસે અણસોલ-રતનપુર ગામની સીમમાં વાહન ચેકીંગ દરમ્યાન પીકઅપ ડાલામાં લસણની આડમાં ગાયોને કતલખાને લઇ જતા શખ્સોને અટકાવ્યા

મોડાસા:શામળાજી પોલીસ સ્ટેશન દ્વારા અણસોલ-રતનપુર ગામની સીમમાં વાહન ચેકીંગ દરમ્યાન પીકઅપ ડાલામાં કતલખાને લઈ જવાતી ગાયો ભરેલ ડાલુ પોલીસને જોઈ ચાલક ડાલુ લઈને ભાગ્યો હતો.ત્યારે પોલીસે પીછો કરતાં મોટાસામેરા ગામની સીમમાં ડાલુ મુકી ચાલક ભાગી છુટયો હતો.ત્યારે પોલીસે ડાલાની તલાસી લેતાં લસણની આડમાં મરણતોલ હાલતમાં ગાયો કતલખાને લઈ જવાતી જેને બચાવાઈ હતી. અણસોલ-રતનપુર પોલીસ ચોકી ઉપર શામળાજી પોલીસે આજે રવિવારે સવારના છ વાગે રાજસ્થાન વિંછીવાડા તરફથી આવતાં વાહનોનું ચેકીંગ કરતા હતા. તે સમયે વિંછીવાડા તરફ થી એક પીકઅપ ડાલાને સાઈડ કરાવતા તેના ચાલકે એકદમ પીકઅપ ડાલુ લઈ ભાગી છુટયો હતો.જેથી પોલીસે પીકઅપ ડાલાનો પીછો કરતા મોટાસામેરા ગામની સીમમાં પીકઅપ ડાલાનો ચાલક પીકઅપ ડાલુ મૂકી નાસી ગયો હતો.

જેથી ડાલામાં તપાસ કરતાં સડી ગયેલ લસણની આડમાં ગાયોને ગળા તથા પગ ના ભાગે રસ્સી વડે મરણોતોલ હાલતમાં ખીચોખીચ બાંધી ગાયો નંગ. ની કુલ કિ.રૂ.૩૦ હજાર તથા પીકઅપ ડાલાની કિ.રૂ.,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કતલખાને લઈ જવાતો હતો તેને ઝડપી લીધો હતો. અંગે ડાલાના ચાલક સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:59 pm IST)