Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વડોદરામાં નોકરીએથી પરત ફરતા બે મિત્રોને રીક્ષા ચાલકે હડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાથી મૃત્યુ

વડોદરા: શહેરમાં નોકરીથી છુટીને બાઇક પર ઘરે જતા બે મિત્રોને ગોરવા બાપુની દરગાહ પાસે એક રીક્ષાચાલકે અડફેટે લેતા બાઇકચાલક યુવકને ગળામાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું છે

મકરપુરા એરફોર્સ રોડ પર શ્રીગંગા  રેસીપ્લાઝામાં રહેતો ૨૮ વર્ષનો મેહુલ  ભાવેશ પટેલ મંજુસર જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છેગઇકાલે સાંજે મેહુલ અને તેની સાથે નોકરી કરતો તેનો મિત્ર કિરણ ચૌહાણ નોકરીથી છુટીને બાઇક પર ઘરે આવતા હતા. સાંજે સાડા પાંચ વાગ્યે ગોરવા બાપુની દરગાહ પાસેથી તેઓ જતા હતા. તે સમયે રોંગ સાઇડથી આવેલી એક રીક્ષાએ બાઇકને ટક્કર મારતા બંન્ને મિત્રો ફંગોળાઇને રોડ પર પડયા હતાકિરણને ઓછીવતી ઇજા પહોંચી હતી. જ્યારે બાઇક ચલાવતા મેહુલને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યુ હતું

(5:55 pm IST)