Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પશુ સેવા કેન્દ્રમાં વરસાદનું પાણી ભરાઈ જતા પશુઓના ભોજનનો જથ્થો બગડી ગયો

વડોદરા: કારેલીબાગ વિસ્તારમાં મુંગા પ્રાણીઓની સેવા કરનાર મીનાબેન અમીનના પશુ સેવા કેન્દ્રમાં વરસાદના એક ઝાપટાથી પાણી ભરાઈ ગયા છે.

મીનાબેને કહ્યું કે પશુ સેવા કેન્દ્રની આસપાસ એટલી હદે કચરો ડમ્પિગ કરવામાં આવ્યો છે કે કેન્દ્રની 15 ફૂટ ઊંચી દીવાલ ઢંકાઈ ગઈ છે. આસપાસ કચરાના પહાડ ઊભા થવાથી પશુ જ્યાં રહે છે ત્યાં વરસાદના પાણીનો ભરાવો થઈ ગયો છે. પાણીના કારણે પશુઓ માટેનું ત્રણ ગુણ અનાજ, પાંચ પેટી ગોળ અને ઘાસનો ચારો બગડી ગયા છે. હાલ પશુ સેવા કેન્દ્રમાં 96 ગાયો અને 27 કૂતરા રહે છે આવા પાણીમાં ખાવાનું કઈ રીતે આપવું તે પ્રશ્ન ઊભો થયો છે. કોર્પોરેશનને અવાર નવાર પાણી જવાનો માર્ગ કરી આપવાનું કહેતા મશીન બગડી ગયા છે તેવો જવાબ મળે છે.

(5:50 pm IST)