Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સુરતમાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં વધારો થતા અમદાવાદ સિવિલ હોસ્‍પિટલમાંથી ૧૨ તબીબોને સુરત ફરજમાં મોકલાશે

સુરત: સુરતમાં દિન પ્રતિદિન કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે કોરોનાથી લોકોને બચાવનારા તબીબો પોતે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના 12 તબીબો સુરતમાં ફરજ બજાવશે.

મળતી માહિતી મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના 12 તબીબ સુરતની કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવશે. આ તબીબોને વિવિધ વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલના કેટલાક તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે.

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં અત્યાર સુધી અમદાવાદમાં જ કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળતો હતો પરંતુ હવે સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના કેસ 41,906 થયા છે. જેમાં સુરતમાં કોરોનાના કુલ કેસ 7828 થયા છે. જ્યારે સુરતમાં અત્યાર સુધીમાં કોરોનાથી 220 લોકોના મૃત્યુ થયા છે.

(4:43 pm IST)
  • ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝાટકો : કોંગ્રેસના બળવાખોર અદિતિસિંહ અને રાકેશ સિંહ વિધાનસભાના સભ્યપદે ચાલુ રહેશે access_time 7:04 pm IST

  • નેપાળમાં ભારતીય ન્યુઝ ચેનલ ઉપરનો પ્રતિબંધ હટાવાયો : મોટી સંખ્યામાં લોકો ભારતીય ન્યુઝ ચેનલ જોતા હોવાથી પ્રજામત આગળ ઝૂકી સરકાર : હજુ પણ અમુક ચેનલો ઉપર પ્રતિબંધ યથાવત : ટંગડી ઉંચી રાખવાની કોશિષ access_time 5:50 pm IST

  • સચિન પાયલોટનો ધડાકો : ભાજપમાં જોડાઈશ નહિં: રાજસ્થાનનું રાજકારણ પ્રત્યેક પળે પલ્ટાઈ રહ્યુ છે access_time 11:49 am IST