Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગુજરાતના મુખ્ય પોલીસ વડાના નામોની પેનલ UPSC(કેન્દ્ર)ને મોકલ્યાની જોરદાર ચર્ચાઓ

આઇપીએસ સર્વિસમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનારના નામો મોકલાયા : આશિષ ભાટિયા-ટી.એસ. બિસ્ત-કેશવકુમાર અને સંજય શ્રીવાસ્તવ વિ.નો સમાવેશઃ સિનીયોરીટી-ઘ્ય્ વિ. બાબતો ધ્યાને લેવાશેઃ ગુજરાત સરકાર સિનીયર મોસ્ટ પર પસંદગી ઉતારશે

રાજકોટ તા. ૧૩ :.. રાજયના મુખ્ય પોલીસવડા કે જેઓની નિવૃતી બાદનો એક્ષ્ટેન્શન પિરિયડ ચાલુ માસનાં અંતે પૂર્ણ થાય છે અને તેમને વધુ ૩ માસના એક્ષ્ટેન્શનની ચર્ચા વચ્ચે આઇપીએસ સર્વિસમાં ૩૦ વર્ષ પૂર્ણ કરનાર ૧૯૮પ-૮૬ અને ૮૭ બેચના અફસરોની નિયમ મુજબ પેનલ તૈયાર થયાની જોરદાર ચર્ચાઓ છે. કેન્દ્ર UPSCને જે નામો મોકલાયા છે તેમાં ૧૯૮પ ના સિનીયર મોસ્ટ બિનવિવાદી આશિષ ભાટીયા, ટી. એસ. બિસ્ત, ૧૯૮૬ બેંચનાં કેશવકુમાર, વિનોદ મલ્લા, ૮૭ બેચના સંજય શ્રીવાસ્તવ અને કમલ ઓઝા વિ.નામો છે. રાજય સરકાર સિનિયર મોસ્ટ પર પસંદગી ઉતારશે.

(3:00 pm IST)
  • રાજસ્થાન કોંગ્રેસ અને અન્ય પક્ષના ૨૬ ધારાસભ્યોનું લીસ્ટઃ જેમનો સંપર્ક થતો નથી : મુરાલીલાલ મીના, જી.આર. ખતાના, ઇન્દરાજ ગુર્જર, હરીશ મીના, દીપેન્દ્ર શેખાવત, તિંવર લાલ શર્મા, વીજેન્દ્ર ઓલા, પી.આર. મીના, રમેશ મીના, વિશ્વેન્દ્રસિંઘ, જાહીદા, રામ નિવાસ, મુકેશ ભાકર, હેમરામ ચૌધરી, સુરેશ મોદી, રાકેશ પરીખ, વેદ પ્રકાશ સોલંકી, રામાનારાયણ મીના, અમરસિંઘ જાટવ, ગજેન્દ્રસિંઘ, ઇન્દિરામીના, સચીન પાયલોટ, બી. મેઘવાલ (હોસ્પિટલમાં), સુરેશ ટાક, કુશવીર સીંઘ અને ઓ.પી. હુદલા access_time 3:41 pm IST

  • નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીનો વધુ એક ભારત વિરોધી લવારો : ફરી છેળ્યો વિવાદ : નેપાળી મીડિયાએ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ટાંકીને લખ્યું છે કે "વાસ્તવિક અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળમાં છે. ભગવાન રામ નેપાળી હતા, ભારતીય નહીં..!" access_time 10:10 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો: છેલ્લા 24 કલાકમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 29,105 નવા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 8,29,466 કેસ થયા :3,01,468 એક્ટિવ કેસ :કુલ 5,54,429 દર્દીઓ રિકવર થયા :વધુ 500 લોકોના મોત :કુલ મૃત્યુઆંક 23,187 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7827 કેસ સાથે કુલ કેસની સંખ્યા 2,54,427 થઇ: તામિલનાડુમાં નવા 4244 કેસ સાથે કુલ કેસનો આંક 1,38,470 થયો :દિલ્હીમાં વધુ 1573 કેસ સાથે કુલ કેસનો આંક 1,12,494 થયો :કર્ણાટકમાં નવા 2627 કેસ : તેલંગાણામાં નવા 1269 કેસ અને ઉત્તર પ્રદેશમાં 1384 કેસ અને આંધ્રપ્રદેશમાં નવા 1933 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 1560 કેસ અને બિહારમાં 1266 નવા કેસ નોંધાયા access_time 12:43 am IST