Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મેઘરાજાનો મુકામ હવે દક્ષીણ ગુજરાત પંથક તરફઃ ઉમરગામ ૫.૫ ઇંચ, કામરેજ- ઉમરપાડા ૨.૫ ઈંચ

નવસારી અને કપરાડા ૨ ઈંચઃ સવારથી ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ

વાપી, તા.૧૩: ચોમાસાની આ સિઝન ના પ્રારંભે સૌરાષ્ટ્ર પંથકમાં હેત વરસાવ્યા બાદ હવે જાણે પોતાનો મુકામ દક્ષીણ ગુજરાત તરફ કાર્યનું જણાય છે.

 છેલ્લા ૨૪કલાકમાં રાજયના ૩૩ જીલ્લાના ૧૭૯ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૧૩૧ મીમી સુધીનો ભારે વરસાદ નોંધાયેલ છે જોકે હજુ પણ કેટલાયે વિસ્તારોમાં કાળઝાળ ગરમી થી પ્રજાજનો પરેશાન છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદ ના  મુખ્યત્વે આંકડાને જોઈએ તો... સૌ પ્રથમ દક્ષીણ ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના  તાલુકાઓમાં આમોદ ૧૭ મીમી, અંકલેશ્વર ૪૧ મીમી, ભરૂચ ૨૭ મીમી, હાંસોટ ૩૦મીમી, ઝગડિયા ૧૬ મીમી, નેત્રંગ ૧૩ મીમી,વાગરા ૧૫ મીમી અને વાલિયામાં ૧૯ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૧૧ મીમી, નાંદોદ ૧૪ મીમી, સાગબારા ૧૩ મીમી વરસાદ નોંધાયો છે જયારે તાપી જીલ્લા ના તાલુકાઓમાં સોનગઢ ૧૮ મીમી, વાલોડ ૩૪ મીમી, વ્યારા ૧૪ મીમી, ડોલવણ ૧૬ મીમી વરસાદ નોંધાયો છે.

 તો સુરત જીલ્લાના તાલુકાઓ તરફ નજર કરીએ તો બારડોલી ૧૩ મીમી, ચોર્યાસી ૩૨ મીમી, કામરેજ ૬૪ મીમી, મહુવા ૨૪ મીમી, માંડવી ૨૨ મીમી, માંગરોળ ૩૬ મીમી , ઓલપાડ ૧૬ મીમી, પલસાણા ૩૨ મીમી, સુરત સીટી ૩૧ મીમી અને ઉમરપાડા માં ૫૯ મીમી વરસાદ નોંધાયો છે..

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૪મીમી, ગણદેવી ૩૨ મીમી, જલાલપોર ૪૫ મીમી, નવસારી ૫૦ મીમી વરસાદ નોંધાયો છે.. ત્યારે વલસાડ જીલ્લા ના તાલુકાઓ માં ધરમપુર ૩૦ મીમી, કપરાડા ૪૯ મીમી, પારડી ૨૩ મીમી, ઉમરગામ ૧૩૧ મીમી, વલસાડ ૨૧ મીમી અને વાપીમાં ૪૨ મીમી વરસાદ નોંધાયો છે.

 હવે જો આપણે દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સ્તિથી જોઈએ તો આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમ ની જળ સપાટી સતત વધી ને ૩૧૯.૮૬ ફૂટે પોહોંચી છે અત્રે ઉલ્લેખનીય છે કે ડેમ ની આજની રુલ લેવલ સપાટી ૩૩૩ ફૂટ છે  ડેમ માં ૨,૧૧૭  કયુસેક પાણીના ઇન્ફ્લો સામે ૨,૧૧૭ કયુસેક પાણી છોડાય રહ્યું છે તેમજ  કોઝવે ની જળસપાટી સવારે ૦૮  કલાકે ૫.૫૩ મીટરે  પોહોંચી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૯ કલાકે દક્ષીણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ સાથે હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે.

(2:59 pm IST)