Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ગાંધીનગર સિવિલની શરમજનક બેદરકારી :વોર્ડમાંથી મૃત ભૃણને કૂતરુ લઈને ભાગી ગયું

પ્રસુતાની તબિયત લથડતા અન્ય વોર્ડમાં લઇ જવાઈ ત્યારે જવાઈ ત્યારે બેડ નીચે રાખેલ ભૃણને કૂતરું ઉપાડી ગયું

ગાંધીનગરઃ શહેરની સિવિલના વોર્ડમાં સારવાર માટે મહિલાને લાવવામાં આવી હતી. મહિલાની તબિયત વધું બગડતા તેને અન્ય વોર્ડમા લાઇ જવામાં આવી હત, ત્યારે વહેલી સવારે બેડ નીચે રાખવામાં આવેલા ભૃણને એક કૂતરું લઇને ભાંગી ગયું હતું.

  ગાંધીનગર સિવિલ આજે વહેલી સવારે C-3 વોર્ડમાં એક મહિલાને પ્રસૂતી માટે દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેની તબિયત વધુ લથડતા તેની અન્ય વોર્ડમાં લઈ જવામાં આવી હતી. જ્યારે ડીલેવરી ઓછા મહિને થવાના કારણે બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. જેને બેડ નીચે રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે વહેલી સવારે કૂતરું તાત્કાલિક સારવાર વિભાગ સુધી લઇ ગયુ હતું. આ બનાવે લઇને સિવિલ કેમ્પસમા હાહાકાર મચી ગયો હતો.

(1:58 pm IST)