Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

'લાખો'ની લાંચની 'હેરફેર'ની ચોંકાવનારી વિગતો એસીબી વડા કેશવકુમારને ડીસેમ્બરમાં મળેલી

'લાંચ' તપાસનું વાવાઝોડુ સૌરાષ્ટ્રમાં કેન્દ્રીત : આઇટી વિભાગ પણ ઝુકાવશે : પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સુરતથી વડોદરા જતાં એક અધિકારી બિનહિસાબી રકમ સાથે ઝડપાયા બાદ, લાંચની રકમ ઠેકાણે પાડવાની ટેકનીક બહાર આવેલ. જામનગરમાં પોસ્ટીંગ ધરાવતા અને રાજકોટનો ચાર્જ ધરાવતા કલાસ-૧ અધિકારી ભાયાભાઇ સુત્રેજા સામેની લાખોની રકમ હેરફેરની ભીતરની કથા

રાજકોટ, તા. ૧૩:  જામનગર અને રાજકોટનો ચાર્જ ધરાવતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના કલાસ-૧ અધિકારી ભાયાભાઇ સુત્રેજા તેઓની પાસેથી મળેલ બિનહિસાબી દશ લાખ તથા સોનાની બે લગડીઓનો હિસાબ ન આપી શકતાં તેઓ સામે અપ્રમાણસરની મિલ્કત અંગેનો વિધીવત ગુન્હો દાખલ થવા સાથે એક રસપ્રદ બાબત પ્રકાશમાં આવી છે. એસીબી દ્વારા છટકુ ગોઠવ્યા સિવાય આવી આ કાર્યવાહી પ્રથમ નથી, આજ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના શ્રી પટેલ નામના અધિકારી વડોદરાથી આજ રીતે સુરત આ પ્રકારની રકમો લઇને જતા પકડાયા બાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં આ પ્રકારે બેનામી સંપતિની 'હેરફેર'ની ચોંકાવનારી વિગતો એસીબી વડા કેશવકુમારને સાંપડતા તેઓએ એસીબી ટીમો તથા બાતમીદારોનું નેટવર્ક - પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં વિસ્તારે હું જેને કારણે આ સફળતઃ સાંપડી હોવાનું સુત્રો જણાવે છે.

દરમિયાન આરોપી  ભાયાભાઇ સુત્રેેજા પાસે ૪૦ વિઘા જેટલી જમીન હોવાની પ્રાથમિક માહિતી આધારે એસીબી દ્વારા તમામ મિલ્કતોના સ્ત્રોત શોધવા માટે ટેકનીક કામે લગાડવામાં આવી હોવાનું એસીબી સુત્રો જણાવે છે. એસીબી દ્વારા સુત્રો તથા અન્ય કોઇ સરકારી અધિકારી-કર્મચારીઓની અપ્રમાણસરની મિલ્કત અંગેની જાણકારી હોય તો લોકોને જુદા જુદા સેન્સ તથા વોટસએપ નં. ૯૭૯૯૯ ૧૧૦પપ અથવા ટોલ ફ્રી નો ૧૦૬૪ નો સંપર્ક સાધવા જણાવાયું છે.

અત્રેએ યાદ રહે કે તાજેતરમાં જ એસીબીએ 'ટ્રેપ' દ્વારા પ્રદુષણ બોર્ડનાં પ્રાદેશિક અધિકારી ભાયાભાઇ સુત્રેેજાને  ઝડપી લેવામાં આવેલ. ગાંધીનગરમાં ઝડપાયેલ આ કલાસ-૧ અધિકારીને તેમનાં પત્ની કાર લઇને તેડવામાં આવેલ. કાળી સૂટકેશ સાથે તેઓ કારમાં બેસવા જાય તે પહેલાં જ તેમને ઝડપી લેવામાં આવેલ.

સુટકેસમાંથી ૪,૯ ૧,૮૧૩ તથા તેમના ખિસ્સામાંથી પણ રકમ મળ્યા બાદ તેમના નિવાસ સ્થાનની તલાસી દરમિયાન પ લાખ તથા સોનું મળી આવેલ. જેનો હિસાબ રજૂ ન થતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

એસીબીની તપાસ તોપનું નાળચું હવે સૌરાષ્ટ્ર તરફ લંબાયુ હોય તેમ તાજેતરમાં જ મુળ રાજકોટનાં અને એક સમયે અમરેલી પંથકમાં ફરજ બજાવતા રાજુ શેખવાની બેનામી સંપતિ શોધવામાં સફળતા મળી હતી.

યોગાનું યોગ અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને ઇન્ચાર્જ મહિલા પીઆઇ શ્વેતા જાડેજા સાથે બબ્બે બળાત્કારનાં આરોપી પાસેથી ૩પ લાખની કહેવાતી લાંચનાં મૂળિયા પણ જામજોધપુર સહિત ઉપલેટા અને કેશોદ સુધી નિકળ્યાના પગલે ગણત્રીનાં દિવસોમાં લાંચ રૂશ્વતની તપાસની 'દિશા' સૌરાષ્ટ્ર તરફ ફંટાઇ હોવાનાં એંધાણો સ્પષ્ટ વર્તાઇ રહ્યા છે.

(1:01 pm IST)