Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

સુરતની લેડી સીંધમની મીડિયાકર્મી સાથે તોછડાઈ:પોતાની કાર પર હાથ પડછાડી કહ્યું - મારી લડાઈ જાતે લડી લઈશ

સુનિતા યાદવ હેડક્વાર્ટર ગઈ હતી ત્યાં પણ તેને પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી

સુરત : આરોગ્ય રાજ્યમંત્રીના પુત્ર સાથે ઘર્ષણ મુદ્દે વિવાદમાં આવેલી સુરત શહેર પોલીસની મહિલા લોકરક્ષક અચાનક રાજીનામું આપવા માટે સુરત પોલીસ કમિશ્નર ઓફિસે પહોંચી હતી, જો કે સીપી રજા પર હોવાથી તે હેડક્વાર્ટર ગઈ હતી. જો કે ત્યાં પણ તેને પોલીસ અધિકારીઓ સાથે માથાકૂટ કરી હતી, સિંઘમ બનેલી મહિલા એલઆરે મીડિયાને પણ તેનું કામ શીખવવાની કોશિશ કરી હતી. જેથી મીડિયાકર્મીઓમાં રોષ ફેલાયો હતો, જેને પગલે સુનિતા યાદવે મીડિયાકર્મીઓ સાથે તુતુમેમે કરી હતી.

 સુરતના મહિલા લોકરક્ષક સુનિતા યાદવ અને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર ઉપરાંત પોલીસ અધિકારી અને ખુદ મંત્રી વચ્ચે થયેલી માથાકૂટ મુદ્દે રવિવારે નવો ઘટના ક્રમ સામે આવ્યો હતો, જેમાં જેમાં સવારે સુનિતા યાદવની ગાળાગાળી કરતી ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, ત્યાં જ બપોરે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ સહિત ત્રણ વ્યક્તિઓની કરફ્યુ અને એપેડમિક એકટના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તુરંત જ તેમનો છુટકારો થઈ ગયો હતો.

બીજી તરફ સવારથી જ મીડિયા દ્વારા સુનિતા યાદવનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાય રહ્યા હતા, પરંતુ તેને એવું કર્યું હતું કે મારી લડાઈ હું જાતે લડીશ. જો કે સાંજે જ્યારે પોલીસ કમિશ્નર ઓફિસે પોતાનું રાજીનામું આપવા માટે આવશે તેવી જાહેરાત કરાયા બાદ સુનિતા પોલીસ કમિશ્નર ઓફિસના બદલે હેડક્વાર્ટર ઓફિસ ખાતે આવી હતી. જ્યાં તેના આવવાની ખબર પડતાં મીડિયાનો જમાવડો જોવા મળ્યો હતો.પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસ હેડક્વાર્ટર ખાતે સુનિતાએ મીડિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને રોકી હતી, એક તબક્કે તો તેને સિનિયર અધિકારીઓ સાથે પણ બેહૂદુ વર્તન શરૂ કરું હતું, જેને પગલે ચકમક થી લઈ થોડી હાથાપાઇ સુધીના દ્રશ્યો જોવા મળ્યા હતાં, પરંતુ બાદમાં સુનિતાને જવા દેવામાં આવી હતી.

પોલીસ હેડક્વાર્ટરથી નીકળ્યા બાદ મહાવીર હોસ્પિટલના ગેટ પાસે સુનિતાએ પોતાની કાર અટકાવી હતી, જ્યાં તેને મીડિયા સાથે ઘટના અંગે વાત કરવી હતી, આ સમયે મીડિયા પર સુનિતા ભડકી હતી, પોતે એસી કારમાં બેસી મીડિયાકર્મીઓને બહાર રાહ જોવડાવી રહી હતી, જ્યારે મીડિયાકર્મીઓએ ઇન્ટરવ્યૂ માટે વિનંતી કરી તો સુનિતાએ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. જાણેકે મીડિયાને તેની ગરજ હોય તેવું બેહૂદુ વર્તન સુનિતા દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાની કાર પર હાથ પડછાડી, મારી લડાઈ જાતે લડી લઈશ તેમ કહી મીડિયા પર ગુસ્સો કાઢ્યો હતો. જોકે મીડિયાએ પણ ભકડી જાણતાં મીડિયાકર્મીઓ એ પણ સુનિતાનો ઇન્ટરવ્યૂ નહિ કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી સુનિતા પોતાના સાથીઓ સાથે જતી રહી હતી.

(10:55 pm IST)