Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શિલોંગ ફરવા અન્ય યુવતી સાથે ગયેલા પતિના લફરા અને સાસુએ માસિકના કપડાં ધોવડાવતા સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

જેઠ શેહશરમ વગર પરણિતા સામે કપડાં બદલતો: ખરાબ વ્યવહારને પગલે પર પરણિતાએ ફરીયાદ નોંધાવી

અમદાવાદ: મેઘાલયના શિલોંગ ખાતે અન્ય યુવતી સાથે ફરવા ગયેલા પતિના લફરા, સાસુએ માસિકમાં આવેલી જેઠાણીના કપડાં ધોવડાવ્યા અને જેઠ શેહશરમ વગર પરણિતા સામે કપડાં બદલતો હોવાના ખરાબ અનુભવોમાંથી પસાર થઈ અને આવા પ્રકારના ખરાબ વ્યવહારને પગલે પર પરણિતાએ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી હતી

  નિર્ણયનગરમાં રહેતી 25 વર્ષીય રિધ્ધીએ 2018માં કુશ સાથે લવ મેરેજ કર્યા હતા. લગ્નના શરૂઆતના 9 મહિના સાસરીમાં સુખદ રહ્યા હતા. જો કે તે પછી પતિના અન્ય સ્ત્રીઓ સાથે લફરા વધી ગયા હતા. આ બાબતે સાસુ અને પતિને ફરિયાદ કરતા બંનેએ ગણકાર્યું નહીં. સાસુએ મારો છોકરો લફરા કરશે તો પતિએ પણ તેમજ કહ્યું હતું.

 પતિ મેઘાલયના શિલોંગ ખાતે અન્ય યુવતી સાથે ફરવા ગયો હતો. આ સમયે સાસુ માસિકમાં આવેલી જેઠાણીના ગંદા કપડાં રિધ્ધી પાસે ધોવડાવતા હતા. જેઠ લવ પણ રિધ્ધીની સામે શરમ વગર કપડાં બદલતો હતો. આ બાબતે પતિને વાત કરતા તે ઉશ્કેરાયો હતો. રિધ્ધી સાથે અપશબ્દો બોલી તકરાર કરવા લાગ્યો હતો. પતિ સાથે બીજા મકાનમાં રહેવા ગયા ત્યાં સાસુ અને નણંદો આવી મકાન ખાલી કરવા તકરાર કરતી હતી. બનાવને પગલે રિધ્ધીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પતિ કુશ, જેઠ લવ, સાસુ આનંદીબહેન, નણંદ નિતા અને શીતલ વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ,દહેજ અંગે ફરિયાદ કરી હતી.

(10:08 pm IST)