Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

બંધારણીય વડા તરીકે રાજયપાલએ અમારું સદા સર્વદા માર્ગદર્શન કર્યું છે: પિતૃવત્સલ ભાવ દાખવ્યો: મુખ્યમંત્રી

રાજ્યપાલપદનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર દ્વારા ભાવભર્યું વિદાયમાન

 

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી વિદાય લઈ રહેલા રાજયપાલ .પી. કોહલીને રાજ્ય સરકાર તરફથી અમદાવાદમાં ભાવભર્યું સ્નેહવિદાય માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપવામાં આવ્યુ હતું.

 રાજ્યપાલને મુખ્યમંત્રીએ સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કર્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રસંગે રાજયપાલને  તેમના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારનું વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત પ્રેરણા-માર્ગદર્શન મળતું રહ્યું તે માટે હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો.  
  
તેમણે રાજ્યપાલ સાથે પોતાના રાજ્યસભાના સહયોગી સાંસદ તેમજ છાત્રકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજયપાલશ્રીએ એક સાચા પ્રશાસક-સંવેદનશીલ શાસકભાવથી સૌનું પ્રેરણા-માર્ગદર્શન કરીને બંધારણીય વડા તરીકેની ગરીમા ઉજાળી છે.

  રાજ્યપાલશ્રીએ સન્માન પ્રત્યુતરમાં ભાવવાહી થતા કહ્યું કે, ગુજરાત અને ગુજરાતીઓની સહજતા, સૌ સાથે મળી પરસ્પર સહયોગ-સહકાર તેમજ વૈષ્ણવજનની નિ:સ્પૃહ ભાવનાથી વિકાસમાં સદાય અગ્રેસર રહેવાની ભાવના વિશ્વમાં ગુજરાતીને ઝળકાવે છે. શ્રી કોહલીએ રાજ્ય મંત્રીમંડળ, વિપક્ષ, ન્યાયપાલિકા તેમજ રાજય સરકારના વિભાગોના વડાઓ સૌનો પોતાને મળેલા સહયોગ અંગેનો ઋણસ્વીકાર કર્યો હતો.
  
રાજ્યપાલશ્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્યના બહુધા જિલ્લાઓની મુલાકાત લઈ સામાન્યજન સાથે પણ આત્મીયતાનો નાતો પ્રસ્થાપિત કર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્  રારંભમાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે સૌને આવકાર્યાં હતા. લેડી ગવર્નર અવિનાશકૌર કોહલીનું શ્રીમતી અંજલિબહેન રૂપાણીએ સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ રાજયપાલશ્રીને વડનગરનું તોરણ અને સરદાર સાહેબની પ્રતિમા ભેટ કરી હતી.

વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પણ રાજ્યપાલશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. વેળાએ રાજય સરકારના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ જોડાયા હતા.

(11:14 pm IST)