Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

દાંડિયા કવિન ઐશ્વર્યા મજમુદાર કરશે દુબઈના બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે સગાઇ :ખુદ ઐશ્વર્યા એ કર્યો ખુલાસો

મુલ્કરાજે લખેલું સોન્ગ માટે વોઈસની તલાશમાં હતા અને પ્રેમિકા મળી ગઈ :વિડિઓ જોયા અને બાદમાં ફેસબુક ફ્રેન્ડ બન્યા અને પ્રેમ પાંગર્યો

અમદાવાદ :ગુજરાતી સિંગર અને ડાંડિયા ક્વિન ઐશ્વર્યા મજમુદાર દુબઈના બિઝનેસમેન મુલ્કરાજ ગઢવી સાથે સગાઇ કરશે  આ વાત તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર કરી છે. ઐશ્વર્યા મજમુદારે આ અંગે વાત કરી અને તેની ખુશી શેર કરી છે. આ સાથે જ તેણે તેનાં વાલમ મુલ્કરાજ વિશે વાત કરી છે. તે કેવી રીતે પહેલી વખત મુલ્કરાજનાં સંપર્કમાં આવી અને શું છે લગ્નનો પ્લાન તે અંગે ઐશ્વર્યાએ વાત કરી હતી.
   ઐશ્વર્યાએ  જણાવ્યું હતું કે, જે રીતે મારા જીવનની બધી જ સારી ઘટનાઓ સંગીતથી જોડાયેલી છે તેમ હું અને મુલ્કરાજ પણ સંગીતથી જોડાયેલાં છીએ. મુલ્કરાજ પોતે દુબઇનાં એક બિઝનેસમેન છે. જોકે તેને સંગીતમાં ખુબજ રસ છે. તેણે પોતે તેનાં માતા-પિતા માટે એક સોન્ગ લખ્યુ હતું અને તે એક સારા વોઇસની તલાશમાં હતાં જ્યારે મળશે ત્યારે તે પોતે લખેલું સોન્ગ તેની પાસે ગવડાવશે

  આ વચ્ચે તેણે મારા યુટ્યુબ પર વીડિયો જોયા.. આ પહેલાં તે મારા વિશે કંઇજ નહોતા જાણતા. પણ આ વીડિયો જોયા બાદ અમારા મ્યુચ્યલ ફ્રેન્ડ્સ દ્વારા મુલ્કે મારો ફેસબૂક પર સંપર્ક કર્યો અને આ સોન્ગ વિશે વાત કરી. પછી અમારે મળવાનું થયું. અને જેમ તમે જાણો જ છે કે પ્રેમ જે થવાનો હોય તે સંજોગો ઉભા કરી જ દે છે તમને મળાવવાનાં. તો એક બાદ બીજુ સોન્ગ અને બીજા બાદ ચોથુ સોન્ગ મે ગાયું. અને અમે મળી ગયા

   લગ્ન કરવાનો પ્લાન અંગે ઐશ્વર્યાએ કહ્યું કે, લગ્નને હજુ ઘણો સમય છે. હાલમાં લગ્નનો કોઇ જ પ્લાન નથી. પણ આ વર્ષનાં અંતમાં નવેમ્બર મહિનામાં સગાઇનો પ્લાન ચોક્કસ છે.
ઐશ્વર્યાને પુછવામાં આવ્યું લગ્ન અમદાવાદ કે દુબઇ ક્યાં કરશો ? લગ્ન અમદાવાદ કે દુબઇ બંનેમાંથી ક્યાંય નહીં થાય હજુ અમે ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાનિંગ વિચારી રહ્યાં છીએ. પણ ક્યાં તે નક્કી નથી. હજુ તેને ઘણો સમય છે.

જે બાદ ઐશ્વર્યાને તેની ઇનસ્ટાગ્રામની પોસ્ટ પર મલહાર ઠાકર અને કિંજલ દવેની પોસ્ટ અંગે વાત કરવામાં આવી તો મલહારે ઐશ્વર્યાની પોસ્ટ પર લખ્યું છે 'આનંદમ ભવતું...' અને કિંજલ દવે એ લખ્યું છે.. હવે પાર્ટી પાક્કી... ઐશ્વર્યાએ આ વિશે વતા કરતાં કે, મલહાર ઘણો સારો મિત્ર છે અને તે આ વાત ઘણાં સમયથી જાણતો હતો તેની પોસ્ટ એ પ્રમાણે હતી કે હાંશ ફાઇનલી તમે આ વાતની જાહેરાત કરી જ દીધી

(9:14 pm IST)