Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ગુજરાતમાં રોજ બિનકુદરતી રીતે ૫૫ લોકોના મોત થાય છે

બે વર્ષમાં ૪૦૦૦૮ના અકસ્માત મોત થયા : અમદાવાદમાં એક્સિડેન્ટલ મોતનો આંકડો ૪૩૩૨ રહ્યો

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદની સાથે સાથે ગુજરાતમાં પણ આકસ્મિક અથવા તો બિનકુદરતી રીતે મોતનો આંકડો ખુબ ચિતાજનક રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગેના આંકડા જારી કરતા તમામ લોેકો ચોંકી ઉઠે છે. રૂપાણીએ માહિતી આપતા કહ્યું છે કે, ગુજરાતમાં ક્રિમિનલ પ્રોસિડર  (સીઆરપીસી)ની કલમ ૧૭૪ હેઠળ તપાસ ચાલી રહી છે. ગૃહ ખાતુ પોતાની પાસે ધરાવનાર મુખ્યમંત્રીએ કોંગ્રેસના સભ્યો દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, ૪૦૦૦૮ એક્સિડેન્ટલ મોતના કેસો પૈકી ૩૩૩૨૪ કેસોનો નિકાલ લાવી ચુકવામાં આવ્યો છે. એક્સિડેન્ટના બાકી ૭૦૮૨ કેસોમાં તપાસ ચાલી રહી છે. એક્સિડેન્ટલના મોતના મામલામાં તપાસ માટે કલમ રહેલી છે. જુદા જુદા કારણસર માર્ગ અકસ્માત, પશુઓ દ્વારા મોતના કેસોમાં તપાસ હાથ ધરવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે, શહેરી વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોની તુલનામાં વધારે એક્સિડેન્ટલ મોત થયા છે. રાજકોટમાં સૌથી વધારે ૫૧૪૦ એક્સિડેન્ટલ મોતના મામલા સપાટીએ આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ૪૩૩૨ કેસો નોંધાયા છે. ૧લી જુન ૨૦૧૭થી ૩૧મી મે ૨૦૧૯ વચ્ચેના ગાળામાં આ આંકડા નોંધાયા છે.

વધુ એક્સિડેન્ટલ મોત

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદની સાથે સાથે ગુજરાતમાં પણ આકસ્મિક અથવા તો બિનકુદરતી રીતે મોતનો આંકડો ખુબ ચિતાજનક રહ્યો છે. સૌથી વધુ એક્સિડેન્ટલ મોત ક્યા થયા તે નીચે મુજબ છે.

વિસ્તાર.......................................................... મોત

રાજકોટ....................................................... ૫૧૪૦

અમદાવાદ................................................... ૪૩૩૨

વલસાડ....................................................... ૪૨૨૬

સુરત.......................................................... ૪૦૪૭

જામનગર.................................................... ૧૭૬૩

(8:22 pm IST)