Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

નડિયાદમાં એપલ કંપનીની 2.9 લાખની ડુપ્લીકેટ એસેસરીઝ પોલીસે દરોડા પાડીને જુદા જુદા ચાર સ્થળોએથી ઝડપી પાડી

નડિયાદ: શહેરમાં એપલ કંપનીની એસસરીઝ બનાવનાર કંપનીની એસસરીઝ જેવી ડુપ્લીકેટ એસેસરીઝ વેચાતી હોવાની માહિતી કંપનીને મળતાં કંપનીના માણસોએ પોલીસ સાથે રાખી નડિયાદમાં ચાર ઠેકાણે દરોડો પાડી .૦૯ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે કોપીરાઈટની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

 


મળતી માહિતી મુજબ પ્રોટેક્ટ આઈ પી સોલ્યુસન એલ એલ પી કંપનીને એપલ કંપનીને ડુપ્લીકેટ એસેસરીઝ બનાવનાર સામે કાર્યવાહી કરવા સત્તા આપી છે. કંપનીને એવી માહિતી મળી હતી કે નડિયાદમાં એપલ કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચાય છે. જેથી કંપનીના રીઝનલ મેનેજર મનીષભાઈ ગણપતભાઈ પટેલ તેમની ટીમ સાથે નડિયાદ આવી ચડ્યાં હતાં. અને પોલીસની મદદથી સ્ટેશન વિસ્તારમાં આવેલ જેની કવર હાઉસમાંથી ૧૦૦ નંગ એપલ કંપનીના ડુપ્લીકેટ કવર રૂ.૨૦,૦૦૦ ના જપ્ત કર્યાં છે. અને કવર હાઉસના માલિક મહંમદઅમીન અબ્દુલરહેમાન મેમણ સામે કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત જિયો કવર હાઉસમાં દરોડો પાડતાં ૨૫૬ ડુપ્લીકેટ કવર કિંમત રૂ.૫૧,૨૦૦ ના તેમજ બેટરી નંગ રૂ.૧૪૦૦ ની જપ્ત કરી હતી. અને દુકાનના માલિક કુમારભાઈ -મણભાઈ કેવલાણી સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યરબાદ બોમ્બે મોબાઈલ એસેસરીઝ નામની દુકાનમાં દરોડો પાડી એપલ કંપનીના ૧૮ નંગ ડુપ્લીકેટ ચાર્જર કિંમત રૂ.૧૮,૦૦૦, ટફન ગ્લાસ ૧૦ નંગ કિંમત રૂ.૧૦૦૦ તેમજ ડુપ્લીકેટ કવર નંગ ૫૫ કિંમત રૂ.૧૧,૦૦૦ અને આઈપેડ કવર નંગ રૂ.૨૦૦૦ ના તથા ડેટાકેબલ નંગ કિંમત રૂ.૨૮૦૦ જપ્ત કરી દિલિપ નથુભાઈ સંતાઈ સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ એસનીએસ નીયો મોબાઈલ હાઉસમાં દરોડો પાડતાં ૫૧૦ નંગ ડુપ્લીકેટ કવર રૂ.,૦૨,૦૦૦ ના મળી આવ્યાં હતાં. જેથી તેના માલિર વિજય રાજેન્દ્રભાઈ માખીજાની સામે કોપીરાઈટ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. આમ એપલ કંપનીની કુલ ૯૬૦ નંગ ડુપ્લીકેટ એસેસરીઝ રૂ.,૦૯,૪૦૦ ની નડિયાદમાંથી મળી આવતાં ચકચાર મચી છે

(5:31 pm IST)