Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડોકટરો કામના સમયે બહાર રહેતા દર્દીની હાલત કફોડી

સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં અગાઉ ઘણી વખત ડૉક્ટર યોગ્ય સારવાર ન આપતા હોય કે ડૉક્ટરના દુર્વ્યહારને કારણે દર્દીને હાલાકી ભોગવવાના કિસ્સા સામે આવ્યા છે અને અવારનવાર આવા કિસ્સાઓ બનતા નજરે આવે છે. તેવા સમયે આજે શનિવારના રોજ નવી સિવિલમાં ઓર્થોપેડિક વિભાગના કેટલાક ડોકટરો ચાલુ ઓપીડી છોડીને કેન્ટીનમાં જઈને ચા સાથે ગપ્પા માંરતાં હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ડૉકટરો કેન્ટીનમાં બેસીને ટાઈમપાસ કરતા હોવાથી દર્દીઓની હાલત કફોડી બની જાય છે. નવી સિવિલ હોસ્પિટલનાથી મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલમાં દર શનિવારના દિવસે તમામ ઓપીડીનો અર્ધો દિવસ હોય છે જેમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી સમય હોય છે તેવા સંજોગોમાં આજે શનિવારે અડધો દિવસ હોવાથી ઓર્થોપેડિક વિભાગની ઓપીડીમાં એક બાજુ દર્દીઓની લાઈનમાં ઉભા હતા અને અમુક ડૉક્ટરો ઓપીડીમાં દર્દીઓને તપાસ કરી સારવાર કરતા હતા. જ્યારે ઓર્થોપેડિક વિભાગના કેટલાક ડૉક્ટરો ચાલુ ઓપીડી છોડીને કેન્ટીનમાં જઈ ચા સાથે ગપ્પા મારતા જોવા મળ્યા હતા. અને ઓર્થોપેડિક વિભાગના ઓપીડી સિવાયના પણ ઘણા ડૉક્ટરો અને અન્ય વિભાગના અમુક ડોક્ટરો કેન્ટીનમાં ચા ની ચૂસ્કી સાથે ગપ્પા મારતા હતા. 

(5:27 pm IST)