Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ધાનેરા તાલુકામા આરોગ્ય કેન્દ્રની લાપરવાહી: સીમમાંથી સરકારી દવાનો જથ્થો જમીનમાં ડાંટેલો મળી આવ્યો

ધાનેરા: તાલુકાના આરોગ્ય કેન્દ્રની લાપરવાહી દિનપ્રતિદિન બહાર આવી રહી છે. તાજેતરમાં ધાનેરા તાલુકાના ત્રણ ગામોમાં ચાલતા પેટા આરગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા કર્મચારીઓની પોલ ગ્રામજનોએ ખોલી હતી. ફરજ પર ના આવવું તેમજ દવા લોકોના ઘર સુધી ના પહોંચાડવી અને આખરે ભેગી થયેલી દવાનો નાશ કરવા માટે જમીનમાં દાટવી કે પછી સળગાવી દેવી આવું કામ કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ વિવાદમાં આવેલા છે.

હાલમાં ધાનેરા તાલુકાના જાડા ગામે પણ પેટા આરોગ્ય કેન્દ્રની પાછળ દવા સળગાવી અને જમીનોમાં દાટી હતી. જ્યારે ગત સાંજે ધાનેરા તાલુકાના કોટડા (ધાખા) ગામની સીમમાંથી સરકારી દવાનો મોટો જથ્થો મળી આવ્યો છે.

(5:23 pm IST)