Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

લૂંટેરી દુલ્હન :નવસારીની ગેંગે સુરતના યુવાનને શિકાર બનાવ્યો :ત્રણ મહિલા સહીત છ ઝડપાયા :

વહુને કુંવારી બતાવી તેની સાથે લગ્ન કરાવ્યા:1,35 લાખ ખંખેરી લીધા

 

સુરતમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો બહાર આવ્યો છે  સુરતના એક યુવાન પાસે લગ્નના નામે લાખો રૂપિયા પડાવી લૂંટેરી દુલ્હન ભાગી ગઈ હતી. જો કે મામલે યુવાને પોલીસ ફરિયાદ કરતાં નવસારીની એક ગેંગ ઝડપાઈ ગઈ હતી.

લગ્ન કરાવી આપવાની લાલચ આપીને પૈસા પડાવતી નવસારી ગેંગે સુરતમાં સલૂન ચલાવતાં એક યુવાનને શિકાર બનાવ્યો હતો. યુવાનને નવસારીની વહુને કુંવારી બતાવી તેની સાથે લગ્ન કરાવ્યા હતા. અને માટે 1.35 લાખ રૂપિયા પણ ખંખેરી લીધા હતા. જો કે, પૈસા મળી ગયા બાદ નવસારીની યુવતી સુરતથી ફરાર થઈ ગઈ હતી.

  નવી પરણેલી આવેલી વહુ ગાયબ થઈ જતાં સાસરિયાઓએ મામલે વહુ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરતાં લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ થયો હતો. ગેંગના 6 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ફરાર થઈ ગયો હતો. ગેંગમાં 4 પુરુષ અને 3 મહિલાઓ સામેલ હતી. મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:17 am IST)