Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વડોદરા જિલ્લાના 128 ગામો-શહેરના 27 વિસ્તારોને સાવધ કરાયા : વિશ્વામિત્રી, નર્મદા, ઓરસંગ અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ :સ્ટાફને હેડ ક્વાર્ટર નહિ છોડવા સૂચના

 

વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વડોદરા જિલ્લાના 128 ગામ અને શહેરના 27 વિસ્તારોને વરસાદના પગલે સાવધ કરાયા છે. કલેક્ટરે ચેતવણી આપી છે કે નદી કાંઠે જવું નહીં. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી, નર્મદા, ઓરસંગ અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા તાલુકા અને ગામ સ્તરના અધિકારીઓને તેમજ સ્ટાફને હેડ ક્વાર્ટર છોડવા જણાવાયું છે

(11:17 pm IST)