Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ત્રિપદા ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન : વિદ્યાર્થી જોડાશે

૨૦ ફુટ ઉંચા, આકર્ષક લાકડાના રથમાં રથયાત્રાઃ સોલા ભાગવતના વલ્લભકુળના ઋષિકુમારો, ૩ હજારથી વધુ વિદ્યાર્થી રથયાત્રાનું સંચાલન કરશે : અનેક આકર્ષણો

અમદાવાદ, તા.૧૩: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રિપદા પરિવાર(ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ) દ્વારા સને ૧૯૬૮થી શરૃ કરવામાં આવેલી બાળ રથયાત્રાની આવતીકાલે તા.૧૪મી જૂલાઇના રોજ ૫૧માં વર્ષે અનોખી ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં આ વર્ષે ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટના સહયોગ અને સોલા, ભાગવત વિદ્યાપીઠ દ્વારા અનંત(ત્રિપદા) ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના નેજા હેઠળ આવતીકાલે સૌપ્રથમવાર ૨૦ ફુટ ઉંચા અને આકર્ષક લાકડાના રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની રથયાત્રા નીકાળવામાં આવશે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ આકર્ષણ જમાવતી ભગવાન જગન્નાથજીની આ બાળ રથયાત્રાનું ત્રિપદા સ્કૂૂલ પરિવારના સભ્યો સહિત ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વલ્લભકુળના ઋષિકુમારો સુંદર સંચાલન કરશે એમ અત્રે ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ,ઘાટલોડિયાના મેનેજીંગ ટ્રસ્ટી અર્ચિત ભટ્ટ અને ભાગવત વિદ્યાપીઠના ભાગવતઋષિએ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકો-વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત આ બાળ રથયાત્રાની શરૃઆત ત્રિપદા પરિવારના સ્થાપક લાભશંકર પી.ભટ્ટે કરી હતી, આ પરંપરા તેમના પુત્ર અર્ચિત ભટ્ટે ૫૦મા વર્ષ સુધી નિભાવી છે. આ વર્ષે બાળ રથયાત્રાનું ૫૧મું વર્ષ હોઇ તેની અનોખી ઉજવણી કરાશે. આવતીકાલે તા.૧૪મી જૂલાઇએ સવારે ૬-૩૦ વાગ્યે ત્રિપદા પરિવાર અને શ્રધ્ધાળુઓ દ્વારા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની મહાઆરતી કર્યા બાદ સવારે ૭-૩૦ વાગ્યે નીલકંઠ મહાદેવથી રથયાત્રાનું પ્રસ્થાન કરાવાશે. આ રથયાત્રા નીલકંઠ મહાદેવથી વરદાન ટાવર થઇ પ્રગતિનગર ગાર્ડન, વિજયનગર ચાર રસ્તા, આઇઓસી પેટ્રોલપંપ, કામેશ્વર સર્કલ, અંકુર ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, રન્નાપાર્ક, પ્રભાત ચોક, ચાણકયપુરી બ્રીજ થઇ ડમરૃ સર્કલ, ભાગવત કોમ્પલેક્ષ(પ્રસંગ ચાર રસ્તા), ઉગતી બંગલો ચાર રસ્તા, ચાણકયપુરીની પાણીની ટાંકી, કારગીલ પેટ્રોલપંપ ચાર રસ્તા, જલારામ પરોઠા હાઉસના   રૃટ પર પસાર થતી અષ્ટમંગલ મહાદેવ મંદિર થઇ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે બપોરે ૧-૪૫ વાગ્યે પહોંચશે અને ત્યાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે. આ વખતે રથયાત્રાના રૃટમાં ફેરફાર કરી ૧૧ કિલોમીટરથી વધુ લાંબો કરવામાં આવ્યો છે. રથયાત્રાના રૃટમાં ૨૦ ફુટ ઉંચો શણગારેલો રથ, પાંચ ટ્રક, પાંચ મીની બસ, પાંચ ઉંટ ગાડી, પાંચ મારૃતિવાન, ૩૨ ટ્રેકટર, ૧૪ પેન્ડલ રીક્ષા અને શાળાના બાળકોની બેન્ડપાર્ટી વિવિધ અખાડા-કરતબો, રાસ-ગરબા, ભજનમંડળી સહિતના આકર્ષણો પણ જોવા મળશે. રથયાત્રા દરમ્યાન હજારો શ્રધ્ધાળુ ભકતો માટે ત્રિપદા પરિવાર તરફથી ૨૦૦થી વધુ કિલોના પ્રસાદ વિતરણ કરાશે, જેમાં ૮૦ કિલો ફણગાવેલા મગ, ૬૦થી વધુ કિલો જાંબુ અને કાકડીનો સમાવેશ થાય છે. ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ,ઘાટલોડિયાના મેનેજીંગ ટ્રસ્ટી અર્ચિત ભટ્ટ અને ભાગવત વિદ્યાપીઠના ભાગવતઋષિએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વખતની રથયાત્રામાં વલ્લભ પરિવારના ઉન્જેશ ગોસ્વામી, દર્શન બાવા, હરિઓમ સ્વામી, મોહનદાસજી મહારાજ સહિત અનેક સંતો-મહંતો અને સાધુ-સંતો પણ પધારશે.

(9:41 pm IST)
  • જેતપુરમાં અનરાધાર વરસાદથી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાયા ટ્રોમા સેન્ટર અમે આઇસીયુ વિભંગમાં પાણી ઘુસી જતા કર્મચારીઓમાં પાણીના નિકાલ માટે કાર્યવાહી access_time 12:00 am IST

  • પાલીતાણામાં આવેલ શત્રુંજી ડેમની સપાટી આજ બપોર સુધીમાં 15 ફુટે પહોંચી હતી અને અમરેલી પંથકમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક હજુ પણ ચાલુ જ છે. આ ડેમ પાલીતાણા અને ભાવનગર શહેરમા પીવાના પાણી માટે તેમજ તળાજા પંથકમાં સિંચાઈ માટે જીવાદોરી સમાન ગણાય છે. access_time 5:54 pm IST

  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST