Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પોલીસના સ્વાંગમાં પ્રાતિજના બે ગઠિયાએ મહિલાના દાગીના તફડાવ્યા

પ્રાંતિજ:ના હાર્દ સમાન એપ્રોચરોડ ઉપર ભરબપોરે રોડ ઉપરથી પસાર થતી મહિલાને ઉભી રાખી પોલીસની ઓળખ આપી મહિલાને દાગીના કાઢી નાખવાનુંકહી દાગીના લઇને રફુચક્કર થઇ જતાંમહિલા દ્વારા બે અજાણ્યા ગઠીયાઓ વિરૃધ્ધ પ્રાંતિજ પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ છે.

પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા શાન્તીનાથ સોસાયટીમાં રહેતાં પટેલ મંજુલાબેન જગદીશભાઈ કે જેવો પોતે સ્વાધ્યાયી હોવાથી એપ્રોચ રોડ ઉપરથી પોતે ચાલતાંસ્વાધ્યાયમાં જતાં હતાં તે સમયે ભરબપોરે શિવમ્ સોસાયટીના ગેટ આગળ જ પોલીસના સ્વાંગમાં આવેલા બે અજાણ્યા ગઠીયાઓએ રોડ ઉપર જઇ રહેલ મહિલાનેરોકી હિન્દીમાં કહ્યું કેઆગે તીન રસ્તેપે એક મહિલા કો કિસીને ચાકું દિખાકર ઉસકે દાગીના લેલીએ ઓર આપ એસે દાગીના પહેનકે ગુમ રહે હો ઉસકો નિકાલકર પર્સ મેં રખદો કહી અને ખોટું આઈકાર્ડ બતાવી મહિલાને વાતો મા લઇને મહિલાના ગળામાંથી સોનાનો દોરો અઢી તોલાનો ઉતરાવી તેવો એ પોતાનાં હાથમાં પસ્તીનો કાગળ લઇ મહિલાને તેમાં મુકીને પડીકું વાળી આપી તેના પર્સમાં મુકવાનું કીધું હતું. પછી હાથમાં રહેલ સોનાનીવીંટી પણ પર્સમાં મુકાવી દીધા હતા.

(5:21 pm IST)