Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પલસાણાના બલેશ્વરમાં મિલ મલિક સાથે દિલ્હીના ત્રણ વેપારીએ 1.33 કરોડની ઠગાઈ આચરી

પલસાણા: તાલુકાના બલેશ્વર ગામે સિગ્નેટ ડેનીમ મિલમાં દિલ્હીનાં બે  વેપારીએ રૃ. ૧.૩૩ કરોડનું કાપડ ખરીદી કરી નાણાં ન ચૂકવી છેતરપિંડી કરતા મિલમાલિકે ત્રણ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુરતના વેસુ ખાતે સોમેશ્વરા એન્કલેવમાં રહેતા મનોજ રામનિરંજન તુલશ્યાનની બલેશ્વર ઇકો ટેક્સટાઇલ પાર્કમાં મેસર્સ સિગ્નેટ ડેનીમ પ્રા.લિ. નામની કાપડ મિલ આવેલી છે. કાપડના વેપારામાં દલાલી કરતા અજય શુકલા અને તેના ભાઇ પ્રવિણ શુકલા સાથે તેની ઓળખાણ થઇ હતી. પ્રવિણ શુકલા દિલ્હી ખાતે કાપડ દલાલીનો ધંધો કરે છે. દિલ્હીના મોટા મોટા વેપારીઓને માલ અપાવે છે અને સમયસર પેમેન્ટ કરી દે છે.
બાદમાં તા. ૨૯-૪-૧૮ના રોજ અજય શુકલા અને પ્રવિણ શુકલાએ મનોજભાઇને ફોન કરી દિલ્હીથી કાપડ ખરીદવા વેપારી આવનાર છે. તેમ કહેતા મનોજભાઇએ દિલ્હીના બે વેપારી પુષ્કર મિત્તલ (રહે. યમુનાવિહાર, સેલમપુર, ઉત્તર-પૂર્વ, દિલ્હી) અને મુકેશ અગ્રવાલ (રહે. રાપ્રસ્થ કોલોની, તા.જિ. ગાઝીયાબાદ, ઉત્તરપ્રદેશ) માટે હોટલમાં રોકાણની વ્યવસ્થા કરી હતી. આ બંને મેસર્સ તિરૃપતી ટ્રેડર્સ નામે દિલ્હીમાં ટાગોર સ્ટ્રીટ, ગાંધીનગર, નવી દિલ્હી ખાતે ડેનીમ કાપડ લે-વેચનો વેપાર ઘણાં સમયથી કરે છે. તમે પણ ધંધો કરશો તો તમને ડેનીમ કાપડનો ઓર્ડર આપીશું. 

(5:19 pm IST)