Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વ્યારામાં ધોધમાર વરસાદના પગલે ઝાંખરી નદીનો પૂલ તૂટતાં વાહનવ્યવહાર ઠપ્પ

વ્યારા: પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદના પગલે વ્યારાના માલોઠા ગામે ઝંાખરી નદી પરના પુલનો ડાબી તરફનો એપ્રોચ તૂટી પડતાં વાહનવ્યવહાર અટકાવાયો હતો. ટ્રાફિક ડાયવર્ટ કરી હાઇવે ઓથોરીટી દ્વારા સમારકામ શરૃ કરાયું હતું.

વ્યારાથી ઉનાઇ જતાં વાપી-શામળાજી હાઇવે નંબર- ૫૬ ઉપર વ્યારાના માલોઠા ગામેથી પસાર થતી ઝાંખરી નદી ઉપર બનાવેલ જુના પુલ પરનો વ્યારા તરફનો ડાબી તરફ એપ્રોચનું ધોવાણ થતાં સવારે ૮ વાગ્યાના સુમારે તૂટી પડયો હતો. કલેકટર,  પ્રાંત, પોલીસ અધિક્ષક, હાઇવે ઓથોરિટી તથા માર્ગ-મકાન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
પુલ પરના બંને છેડો પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનવ્યવહાર બંધ કરાયો હતો. વ્યારા તરફના ટ્રાફિકને બાજીપુરા તરફ ડાયવર્ટ કરાયો હતો તથા ઉનાઇ તરફથી આવતા વાહનોને બેડચીત વાયા બાજીપુરા ડાઇવર્ઝન અપાયું હતું. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એન.એચ.એ.આઇ.)ના સ્ટાફે સર્વેની કામગીરી હાથ ધરી હતી.  સાધન સરંજામ લાવી સમારકામની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:19 pm IST)
  • જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા: સવારથી જ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ : ઠેક ઠેકાણે ભરાયા પાણી : ગિરનારના જંગલમાં અને શહેરમાં ધુવાધાર વરસાદ : વિલિંગડન અને હસ્નાનપુર ડેમમાં નવા નીર : ગિરનાર પર્વત પર ધોધમાર વરસતા વરસાદનો જુઓ વિડીયો access_time 11:21 pm IST

  • ખાંભાના નવા માલકનેશ વાડીની ઓરડી માં સુતેલી દીકરીને બચાવવા જતા વચ્ચે પડેલ દીકરીની માં પર દીપડા નો હુમલો.:મહિલાને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાઈ access_time 10:27 pm IST

  • સુરત કતારગામ વિસ્તારની ઘટના : સ્કૂલ વેનની સીએનજી ગાડીના પાઇપમાં આગ લાગતા 10 વિદ્યાર્થીનીઓ પગના ભાગે ગંભીર રીતે દાઝી :વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ access_time 10:03 pm IST