Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

અમદાવાદમાં રોડ રિસરફેસિંગનું મટીરિયલ AMC જાતે બનાવશે:ડામર પ્લાન્ટ સ્થપાશે

સિવિક બોડીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અમદાવાદમાં રોડ રિસરફેસિંગ માટે કોન્ટ્રાક્ટર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા હલકી ગુણવત્તાના મટીરિયલને કારણે એક વરસાદમાં જ તે ઘોવાઇ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે AMCએ હવે મટિરિયલ માટે જાતે જ ખુદનો ડામર પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે મળેલી સિવિક બોડીની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંપૂર્ણ પ્લાન્ટ તૈયાર કરવામાં ઘણો બધો સમય લાગશે.

(1:59 pm IST)