Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રાજ્યમાં ચેઇન સ્નેચિંગને લૂંટનો ગુનો ગણવામાં આવશે: થશે 7 વર્ષની જેલ

અમદાવાદ :ગુજરાતમાં લોકો અને પોલીસ બંને માટે માથાનો દુ:ખાવો બનેલા ચેઇન સ્નેચિંગના ગુનાને ડામવા માટે સરકારે કડક સજાની જોગવાઇ કરવાનો નિર્ણય લીધો છે. ચેઇન સ્નેચિંગના ગુનામાં હાલ ફક્ત 6 માસની સજા થાય છે. હવે ચેઇન સ્નેચિંગના બદાવને લૂંટના ગુના તરીકે જોવામાં આવશે. ચેઇન સ્નેચિંગ ગુનામાં દોષિતને 7 વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવશે. કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવશે

(12:04 pm IST)