Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

નવસારી જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં ગણદેવીમાં 5.5 ઇંચ, ચીખલી અને ખેરગામમાં 4 ઇંચ , નવસારી અને જલાલપોરમાં 3 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં  રાત ભર વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં  છેલ્લા 12 કલાકમાં ગણદેવીમાં 5.28 ઈંચ, નવસારીમાં 3.2 ઈંચ વરસાદ, જલાલપોરમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો.જ્યારે ચીખલીમાં 4.16 ઈંચ, વાંસદામાં 2.92 ઈંચ વરસાદ વરસ્યો હતો.તો ખેરગામમાં 3.92 ઈંચ વરસાદ વરસ્યો હતો

(11:58 am IST)
  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • પાલીતાણામાં આવેલ શત્રુંજી ડેમની સપાટી આજ બપોર સુધીમાં 15 ફુટે પહોંચી હતી અને અમરેલી પંથકમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક હજુ પણ ચાલુ જ છે. આ ડેમ પાલીતાણા અને ભાવનગર શહેરમા પીવાના પાણી માટે તેમજ તળાજા પંથકમાં સિંચાઈ માટે જીવાદોરી સમાન ગણાય છે. access_time 5:54 pm IST

  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST