Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રાજ્યના 28 જિલ્લાના 157 તાલુકામાં સાર્વત્રિક વરસાદ

વધઈ, કોડીનાર અને ચીખલીમાં 8 ઇંચ ખાબક્યો : વડિયામાં 7 ઇંચ, રાજુલામાં છ ઇંચ, અને સાવરકુંડલામાં 5 ઇંચ વરસાદ

અમદાવાદ :રાજ્યમાં ચોમાસુ બરાબર જામ્યું છે છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લાના 157 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સૌથી વધુ ડાંગના વઘઇમાં સવા આઠ ઇંચ વરસાદ થયો છે. ગીર સોમનાથના કોડીનારમાં પણ આઠ ઈંચ વરસાદ થયો છે. નવસારીના ચીખલીમાં સતત બીજા દિવસે આઠ ઇંચ વરસાદ થયો છે. તો અમરેલીના વડીયામાં સાત ઇંચ.રાજુલામાં છ ઇંચ. સાવરકુંડલામાં પાંચ ઇંચ વરસાદ થયો છે. રાજયના 37 જેટલા તાલુકાઓમાં ચારથી આઠ ઇંચ વરસાદ થયો છે રાજયમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

(11:56 am IST)