Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જેન્તી ભાનુશાળીએ એડમીશનની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હોવાની સુરતની યુવતીની ફરીયાદ

કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળી સામે મનીષા ગોસ્વામીએ કરેલી ફરીયાદ પછી બીજી દુષ્કર્મની ફરીયાદથી ચકચાર

 ભૂજ, તા. ૧૩ :. ગુજરાત ભાજપના ઉપપ્રમુખ અને કચ્છના પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાળી વિરૂદ્ધ સુરતની યુવતીએ કરેલી દુષ્કર્મની ફરીયાદે ચકચાર સર્જી છે.

સુરતની ૨૧ વર્ષીય યુવતીએ વરાછા રોડ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં જણાવ્યા પ્રમાણે તેણીએ ધોરણ ૧૨માં પાસ થયા પછી ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરવા માટે પોતાના ઓળખીતા દ્વારા જેન્તીભાઈ ભાનુશાળીનો સંપર્ક કર્યો હતો.

ગત વર્ષે ૨૦૧૭માં જેન્તીભાઈએ આ યુવતીને એડમીશન અપાવી દેવાની લાલચ આપીને ગાંધીનગરના રસ્તે એક ખેતરની અંદર ચાકુની અણીએ કારમાં દુષ્કર્મ આચર્યુ હોવાનું અને આ સમયે કાર ડ્રાઈવર તેમજ અન્ય એક બંદુકધારી શખ્સ કારની બહાર ઉભા હતા એવુ જણાવ્યું છે. બીજીવાર આ યુવતીને દુષ્કર્મનો ઉતારેલો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ગાંધીનગરની ઉમેદ હોટલમાં બોલાવી જેન્તીભાઈએ દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવ્યુ છે. ગત તા. ૨૪ એપ્રિલે જેન્તીભાઈએ એક કાગળમાં સહીઓ લઈ લીધી હોવાનું અને દુષ્કર્મ પેન ડ્રાઈવમાં આપી હોવાનું યુવતીએ કહ્યુ છે. જો કે આ પુર્વે વિડીયો કલીપ જેન્તીભાઈ વિરદ્ધ મનીષા ગોસ્વામીએ પણ ફરીયાદ કરી ચૂકી છે.

આ અંગે જેન્તીભાઈ ભાનુશાળીનો ટેલીફોનીક સંપર્ક કરવા પ્રયત્ન કરતા તેઓ મળી શકયા ન હતા.(૨-૭)

(11:41 am IST)