Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ચૂંટણી પંચના ગુજરાતના નોડલ ઓફીસર તરીકે જયદીપ દ્વિવેદી

રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં હાજરીઃ ઇવીએમ કંપનીની મુલાકાત

રાજકોટ તા.૧૩: ભારતના ચૂંટણી પંચે લોકસભાની ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી માટે ઇ.વી.એમ. અને વીવીપેટને લગતી કામગીરીના નોડલ ઓફીસર તરીકે ગુજરાતના સંયુકત મુખ્ય ચંુટણી અધિકારી શ્રી જયદીપ દ્રિવેદીની નિમણુક કરી છે તેમણે બે દિવસ પહેલા યોજાયેલ દેશના તમામ રાજયોના નોડલ અધિકારીઓની રાષ્ટ્રીય કક્ષાની બેઠકમાં ભાગ લીધેલ. તેમણે મત મશીન બનાવતી હૈદ્રાબાદ ખાતેની દેશની નામાંકિત કંપની ઇલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. ચૂંટણી પંચ દ્વારા રાજયના નોડલ ઓફીસર તરીકે પસંદગી થતા તેમની કારકીર્દિની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે.

સંપર્કઃ ૦૭૯-૨૩૨૫૪૬૦૯ - ગાંધીનગર

 

(11:41 am IST)