Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સરકારે ચણા, રાયડો ખરીદી લીધા, ખેડુતોને પૈસામાં (૭૦૦ કરોડ) ટીંગાડી દીધા

ખેડુતોના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરાવી ખરીદવાની વાતો કરતી રૂપાણી સરકાર પહેલા ખરીદેલી ઉપજના પૈસા ખેડુતોને ચૂકવેઃ ત્રણ મહિનાથી નાણાની રાહ જોતા ધરતીપુત્રોઃ કન્ટીજન્સી ફંડમાંથી ચુકવણી કરવા સરકારની તૈયારીઃ ફાઇલ નાણા ખાતામાં: અઠવાડિયામાં ખેડુતોને ચૂકવણાની આશા

રાજકોટ તા.૧૩: રાજય સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલ ચણા, તુવેર અને રાયડાના નાણા લાંબા સમયથી ખેડુતોના ખાતામાં જમા ન થતા ખેડુતોમાં ભારે કચવાટ ફેલાયો છે. ત્રણેય ઉપજના મળી રૂ. ૭૦૦ કરોડ જેવી રકમ ચુકવવાની થાય છે. સરકારે કન્ટીજન્સી ફંડમાંથી ખેડુતોને નાણા ચુકવવાની પ્રક્રિયા હાથ ધરી છે. ફાઇલ નાણા વિભાગમાં પહોંચી ગઇ છે. અઠવાડિયામાં મંજુરી મળે તેવી આશા છે.સરકારે જે તે વખતે ચણા, રાયડો અને તુવેર ટેકાના ભાવે ખરીદી ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવા પ્રયાસ કરેલ. ખેડુતો પોતાની ખેત ઉપજના પોષણક્ષમ ભાવ મેળવવા સમયસર નાણા મળવાની આશાએ ટેકાના ભાવે વેચાણ કરતા હોય છે. સરકારની વહીવટી આટીઘુંટીએ ખેડુતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વાવણીની મોસમ હોવાથી ખેડુતોને પૈસાની વિશેષ જરૂર હોય તે સ્વાભાવિક છે. ત્રણેક મહિનાથી ખેડુતો હકકના નાણાની રાહ જોઇ રહયા છે.

સરકારી સુત્રોના જણાવ્યા મુજબ ખેડુતોની ફરીયાદમાં તથ્ય છે. રાજય સરકારે ટેકાના ભાવે ખરીદી માટે રૂ. ૫૦૦ કરોડનુ઼ રીવોલ્વીંગ ફંડ ઉભુ કરેલ તેમાંથી રૂ. ૯૦ કરોડ જેટલી રકમ પડી છે. ભારત સરકારે ૨૦૦ કરોડ રૂ. છુટ્ટા કર્યા છે. બાકીના નાણાની બજેટમાં જોગવાઇ ન હોવાથી સરકારે કન્ટીજન્સી ફંડમાંથી રૂ. ૪૦૦ કરોડ ઉપાડી ખેડુતોને ચુકવવાનું નક્કી કર્યુ છે. તે માટેની ફાઇલ નાણા ખાતામાં પડતર છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજય અને કેન્દ્ર બન્ને જગ્યાએ ભાજપની સરકાર છે વિપક્ષના ધારાસભ્યને રાજીનામુ અપાવીને એજ દિવસે પ્રધાન બનાવી શકતી રૂપાણી સરકાર ખેડુતોને નાણા ચૂકવવામાં અકળ વિલંબ કરી રહી છે 'સ્કાય'  યોજનાથી ખેડૂતોના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરાવી તે વીજળી સરકાર ખરીદશે તેવા સપના

દેખાડનારા શાસકો પહેલા ત્રણ મહિનાથી ખરીદેલ ચણા, તુવેર, રાયડાના નાણા ચૂકવે તેવું ખેડુતો ઇચ્છી રહયા છે.

(11:39 am IST)
  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • વિજય માલ્યાની 'ઘર વાપસી'ની તૈયારીઃ ૩૧ જુલાઇએ નિર્ણય લેવાશે : અબ આયા ઉંટ પહાડ કે નીચેઃ ભારતીય એજન્સીઓને મળશે મોટી સફળતા access_time 3:58 pm IST

  • પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : ગુજરાત એસોસિએશન ઓફ પેથોલોજિસ્ટ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ ના પ્રેસિડેન્ટ ડો. રાજેન્દ્ર લાલાણીની જાહેરાત : ચોક્કસ લાયકાત વાળા ડોકટરો સિવાયની પેથોલીજી લેબોરેટરી બાબતે કોર્ટનો મહત્વનો નિર્ણય : કોર્ટ દ્વારા આવી લેબોરેટરીના સંચાલકોએ કરેલી રીવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવી : સુપ્રીમ કોર્ટે આ પૂર્વે 12-12-17ના રોજ ગેરકાયદે પેથોલોજી લેબ બાબતે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો : ચુકાદામાં કોર્ટે કરેલા નિર્દેશ મુજબ પેથોલોજી લેબના રિપોર્ટમાં M.D.ની સહી અનિવાર્ય : લેબ ધારકોની કોર્ટમાં પડકારતી રીવ્યુ પિટિશન ફગાવી દેવાતા એમ ડી પેથોલોજી વિનાની લેબોરેટરી કરવી પડશે બંધ access_time 1:27 am IST