Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

જીબીઆના પ્રમુખપદે ગોરધનભાઇ ઝડફીયા

ગાંધીનગરમાં મળેલ મીંટીગમાં લેવાયો નિર્ણયઃ કૌશીકભાઇના સ્થાને નિમણુંક

રાજકોટ, તા.૧૩: ગાંધીનગર ખાતે જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનની કોર કમીટીની મીટીંગ યોજાયેલ. જીબીઆના પૂર્વ પ્રમુખશ્રી કૌશિકભાઇ પટેલ, રાજય સરકારમાં કેબીનેટ મંત્રીશ્રી (મહેસૂલ) બનતા તેમણે જીબીઆના પ્રમુખ પદેથી રાજીનામુ઼ આપેલ, ત્યારબાદ કોર કમીટી મીટીંગમાં યોગ્ય ચર્ચા વિચારણાના અંતે શ્રી ગોરધનભાઇ ઝડફીયાને જીબીઆના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. શ્રી ગોરધનભાઇ ઝડફીયા એ (BSC) તથા માસ્ટર ઓફ પબ્લીક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરેલ છે. તેઓ નિકોલ અમદાવાદમાં રહે છે. તેઓ અમદાવાદ શહેર ભાજપમાં મહામંત્રી તરીકે, રખિયાલ અમદાવાદ શહેરમાં ધારાસભ્ય તરીકે ટર્મ ચુંટાયેલ, ગુજરાત રાજય ભાજપા મહામંત્રી તરીકે ફરજ બજાવેલ અને હાલમાં ગુજરાત રાજય ભાજપામાં ઉપપ્રમુખ તરીકે જવાબદારી વહન કરે છે. તેમને પોતાનો વ્યવસાય તથા ખેતીકામ છે. તેઓનો મોબાઇલ નં.૯૮૨૫૫ ૦૫૭૭૮ છે. ગોરધનભાઇ ઝડફીયાની વરણીને ગુજરાતભરના જીબીઆ મેમ્બર્સ દ્વારા આવકારેલ છે. કોર કમીટી મીટીંગમાં સર્વશ્રી બી.એમ.શાહ, એચ.બી.પટેલ, એસ.એન.ખારોડ, એ.આર.પ્રજાપતિ, વી.કે.રાણા., આર.બી.સાવલીયા, એમ.જે.લાલકીયા, જી.એચ.એન્જીનીયર, જે.આર.શાહ, એસ.સી.બાવીસીયા, એન.જે.તન્ના વગેરે રહ્યા હતા. (૨૩.પ)

(11:37 am IST)