Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

કોંગ્રેસ અગ્રણી સાથે ત્રિપુટીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

અણખોલ પાસે જમીન જોવા માટે બોલાવ્યા : બ્લ્યૂડ ગે ક્લબ હાઉસ ફોર એન્ડ્રોઇડ નામની એપ્લિકેશન ભૂલથી ડાઉનલોડ થઈ, જે બાદ વ્યક્તિનો મેસેજ આવ્યો

વડોદરા, તા.૧૩ : વડોદરાઃ વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ખજાનચી અને તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂકેલા બિલ્ડર નિર્મલ ઠક્કરને જમીન વેચવાના બહાને ખેતરમાં લઇ જઇ ૭૩ હજારની લૂંટ ચલાવીને શૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના જિલ્લાના વાઘોડિયા નજીક બની હતી. ત્રણ લૂટારાઓએ બિલ્ડરના કઢંગી હાલતમાં ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરી હતી. આ ચોંકાવનારી ઘટના અંગે વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે. જમીન લે વેચ અને કોન્ટ્રકટર તરીકે વ્યવસાય કરતા બિલ્ડર તથા કોંગ્રેસના આગેવાન નિર્મલ વિનોદચંન્દ્ર ઠક્કર વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી દિપિકા સોસાયટીમાં રહે છે. તેઓએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા અનુસાર તારીખ ૧૦ના રોજ બપોરના સમયે તેઓ તેમના મિત્રની સાથે કારમાં હતા, ત્યારે તેમના મોબાઇલની બ્લૂ એપ્લીકેશન મારફતે મેસેજ મળ્યો હતો, જેમાં જણાવ્યુ હતુ કે, અણખોલ નજીક રોડ જમીન આવેલી છે, જે જમીન વ્યાજબી ભાવે અને લાંબા ટર્મથી આપવાની છે.

   જેથી બિલ્ડરે મેસેજનો રિપ્લાય કરી બપોરે સવા બે વાગ્યાની આસપાસમાં જમીન જોવા માટે પોતાની કાર લઇને પહોંચ્યાં હતા. જ્યાં અણખોલ ગામથી થોડેક આગળ નર્મદાપુરા ગામના બોર્ડ પાસે કાર ઉભી રાખી હતી. તેવામાં ડીઓ મોપેડ લઇને એક યુવક તેમની પાસે આવી જણાવ્યુ કે, જમીન અહિંયાથી થોડેક આગળ છે અને ખેતર ઉબળ ખાબળ છે. જેથી તમે મારી મોપેડ પર બેસી જાઓ. યુવકના કહેવા પ્રમાણે બિલ્ડર મોપેડ પર બેસી જતા યુવકે થોડે ક આગળ લઇ જઇ જમીનો બતાવી હતી. દરમિયાન થોડા સમય માટે યુવક અચાનક ગાયબ થઇ ગયો અને બાદમાં અન્ય બે લોકો સાથે ખેતરમાં આવી પહોંચ્યો હતો. જ્યાં બિલ્ડરને કહેવામાં આવ્યું કે અમારા ખેતરમાંથી રુ. ૮૦ હજારની બે ગાયો ચોરાઇ છે. તમે ચોર છો અને ચોરી કરવા આવ્યા છો કહીં ફેટ પકડી ગડદાપાટુનો માર મારી સોનાની ચેઇન, મોબાઇલ ફોન અને બ્લૂટુથ તથા રોકડા મળી કુલ રુ.૭૩ હજારની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત શૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય પણ આચર્યુ હતું.

(7:53 pm IST)