Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ભારતીય એન્જીયરોએ બનાવ્યો નવો જ રેકોર્ડ : માત્ર ર૦ દિવસમાં વલસાડનો ઓવરબ્રિજ તૈયાર થયો

નવી દિલ્હી, :  દેશમાં પ્રથમ વાર કોઈ પુલને ફક્ત 20 જ દિવસમાં પુરો કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ રેકોર્ડ બનાવ્યો છે વલસાડમાં. અહીં એક રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામ પુરૂ થઈ ગયુ છે. આ સાથે જ કહેવાય છે કે, 22 જૂન સુધીમાં તેને બનાવી લોકાર્પણ માટે ખુલ્લો મુકી દેવાશે. આ પ્રોજેક્ટ માટે 4.5 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરીડોરના ચીફ જનરલ મેનેજર શ્યામ સિંહે જાણકારી આપી છે. તેમનું કહેવુ છેકે, રોડ ઓવરબ્રિજનું લગભગ 75 ટકા કામ એક જ અઠવાડીયામાં પુરૂ કરી દેવામાં આવ્યુ છે. આ ઓવરબ્રિજનું નિર્માણ 2 જૂનના રોજ શરૂ થયુ હતું અમને પુરો વિશ્વાસ છે કે, 20 દિવસમાં અમે આ બ્રિજને પુરો કરી દઈશું. કેમ કે સરકાર 20 દિવસ માટે ટ્રાફિક બ્લોક કરવાની મંજૂરી આપી છે.

આ પ્રકારના બાંધકામના કામને પૂર્ણ કરવામાં ઓછામાં ઓછા 100 દિવસ લાગે છે. જો તેનું કામ નોન સ્ટોપ થયુ હોય તો, પરંતુ આ રસ્તો વલસાડ પૂર્વને વલસાડ પશ્ચિમમાં જોડે છે. આવી સ્થિતિમાં, 100 દિવસો સુધી તેના પર ટ્રાફિક અટકાવવો શક્ય નથી. આવી સ્થિતિમાં, ઓથોરિટીએ આ ભાગ અગાઉથી બનાવીને તેમને એક સાથે જોડીને પુલ બનાવવાની યોજના બનાવી હતી. આ પુલના આ ભાગોને જોડવા માટે સ્થળ પર ચાર હેવી ડ્યુટી હાઇડ્રોલિક ક્રેન લગાવવામાં આવી હતી. તેમની ક્ષમતા 300 મેટ્રિક ટન અને 500 મેટ્રિક ટન છે.

કોરોનાકાળ વચ્ચે બાંધકામની કામગીરીમાં સતત વિક્ષેપોના કારણે બાંધકામના કામમાં વેગ ઝડપી લેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. પશ્ચિમ ડીએફસીના સચિન વિભાગમાં પણ કામને અસર થઈ હતી, જે અડચણોનો સામનો કરી રહી હતી, જ્યાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ શહેર નજીક આરઓબીને પાર કરવું મુશ્કેલ હતું.

(3:42 pm IST)