Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

સોમવારથી અમદાવાદમાં બીઆરટીએસ અને એએમટીએસ બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે

એએમટીએસની 575 બસ અને બીઆરટીએસની 225 બસ આગામી પૂર્ણ ક્ષમતા સાથે દોડશે

અમદાવાદ શહેરમાં આગામી સોમવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે બીઆરટીએસ અને એએમટીએસ બસ ઓન રોડ રસ્તા પર જોવા મળશે. એએમસી નિર્ણય કર્યો છે કે એએમટીએસની 575 બસ અને બીઆરટીએસની 225 બસ આગામી સોમવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે. તમામ પ્રવાસીઓએ કોરોના ગાઇડલાઇન પાલન કરવાનું રહેશે. બસમાં પ્રવાસીઓની કેપેસિટી 50 ટકા રાખવામા આવશે. મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારીના પગલે બીઆરટીએસ અને એએમટીએસના સેવા બંધ કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ શહેરમાં કોરોના કેસ ઘટતા સાત જૂનથી 50 ટકા ઓછી કેપેસિટી સાથે બસ રસ્તા પર દોડતી હતી. હવે આગામી સોમવાર એટલે 14 જૂનથી સંપૂર્ણ ક્ષમતા સાથે બસ દોડવાનો નિર્ણય કરાયો છે.

એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકા ભારતમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર રહેલ છે.

 એએમટીએસ અને બીઆરટીએસ શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પુરી પાડવામાં આવે છે. વર્તમાન કોરોના સંક્રમણના પગલે સેવાઓ બંધ કરવાની ફરજ તંત્રને પડી હતી. પરંતુ સાત જૂનના રોજ રાજ્ય સરકારની ગાઇડલાઇનના નિર્દેશ બાદ 50 ટકા બેઠક વ્યવસ્થા સાથે 50 ટકા બસ દોડાવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ સતત પ્રવાસીઓ વધી રહેતા આગામી સોમવારથી સંપૂર્ણ ક્ષમતા સાથે બીઆરટીએસ અને એએમટીએસ દોડાવામાં આવશે. જેમા એએમટીએસની 575 અને બીઆરટીએસની 225 બસ ઓન રોડ ચાલશે. આમ કુલ 825 બસ રસ્તાઓ પર મુકવામાં આવશે. અગાઉ કોરોના પગલે બસ સેવા બંધ કરવામાં તંત્ર ફરજ પડી હતી. જે હવે કોરોના ગાઇડલાઇન અને સરકાર નવા આદેશ બાદ દોડાવવામાં આવશે.

વધુમા ચેરમેન પટેલ જણાવ્યું હતું કે બસો સવારે 6 થી રાત્રી 8 વાગ્યા સુધી સંચાલન રહેશે. જે રૂટમાં બસો ચાલુ કરવામાં આવશે તે રૂટની બસની કેપેસિટીના 50 ટકા સિટીંગ પ્રવાસીઓ લેવામા આવશે. પેસેન્જરોને નક્કી કરેલા સ્ટેજની ટિકીટ જ આપવામાં આવશે. જનમિત્ર કાર્ડ વધુ ઉપયોગ કરવા અપીલ કરી છે. દરેક ટર્મિનસો/ ડેપો / બીઆરટીએસ સ્ટેન્ડ ઉપર ચેકીંગ કરવામાં આવશે. વર્કશોપ વિભાગ દ્વારા દરેક બસની અંદર સિટી ઉપર સોશિયલ ડિસ્ટનસિંગનુ પાલન કરવા માટે સ્ટીકર લગાવાની , તેમજ બસને સેનેટાઇઝિંગ કરવામાં આવશે.

દરેક વ્યક્તિએ માસ્ક ફરજીયાત પહેરેલું હોવું જોઇએ. કોઇ પણ કર્મચારી જો થુંકતા કે માસ્ક વગર પકડાશે તો રૂપિયા 200નો દંડ વસુલાવામા આવશે. દરેક કર્મચારી ફરજ પર લેતા પહેલા શરદી, ખાંસી, તાવ માટે ચેકીંગ કરવામાં આવશે. થર્મલ ગનથી શરીરનું તાપમાન માપવામાં આવશે

(10:38 am IST)