Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

નર્મદા જિલ્લામાં એકાદ વર્ષથી મંજુર થયેલું ART સેન્ટર શરૂ ન થતા પીડિતો ને મુશ્કેલી

જિલ્લામાં 350 થી વધુ HIV પીડિતો હોય એ પૈકી મોટા ભાગના અંતરિયાળ ગામડા ના હોવાથી આ સેન્ટર જલ્દી ખુલે તેવી માંગ :હાલ આ સેન્ટર ના અભાવે મજૂરીકામ કરતા ગરીબ દર્દીઓ ને કામધંધા છોડી વડોદરા સુધી લાંબા થવું પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં 350 થી વધુ HIV પીડિતો ની સંખ્યા છે એ પૈકી મોટાભાગ ના દર્દીઓ આદિવાસી ગરીબ અને અંતરિયાળ ગામડાઓ માં રહેતા હોય તેમજ ખેત મજૂરી કે અન્ય મજૂરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવતા હોય તેમને કામ ધંધો છોડી વડોદરા કે સુરત સુધી અમુક ટેસ્ટિંગ માટે જવું પડતું હોય છે, જ્યારે કેટલાક ની દર મહિનાની દવા પણ વડોદરા થી ચાલતી હોય તેવા દર્દીઓ પૈકી અમુક દર્દી દવા કે ટેસ્ટિંગ માટે મોટા શહેરો માં ન જતા તેમની તબિયત વધુ બગડે અને ક્યારેક એ જીવન મરણ વચ્ચે જીવવાની સ્થિતિ માં પણ પહોંચી જતા હોય છે.જોકે રાજપીપળા સિવિલ માં લિંક ART સેન્ટર વર્ષો થી કાર્યરત છે ત્યાં ઉપલબ્ધ દરેક કામગીરી સારી રીતે થાય પણ છે પરંતુ ત્યાં ફક્ત દવા કે HIV ટેસ્ટ સિવાય અમુક સવલત ઉપલબ્ધ ન હોવાથી જિલ્લાના HIV પીડિતો ને વડોદરા સુધી લાંબા થવું પડતું હોય માટે આવા પછાત જિલ્લાના દર્દીઓ માટે ART સેન્ટર વહેલિતકે ખુલ્લું મુકાય તેવી માંગ ઉઠી છે.
આ બાબતે જિલ્લાના એચઆઇવી પીડિતો નું કહેવું છે કે સરકાર આદિવાસી પછાત વિસ્તાર એવા નર્મદા જિલ્લાના એચઆઇવી પીડિતો પર ખાસ ધ્યાન આપી એકાદ વર્ષ થી મંજુર થયેલા એ.આર.ટી સેન્ટર ને સત્વરે શરૂ કરે.

(10:04 pm IST)