Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

છાપી હાઇવે નજીક દૂધ ભરેલી મીનીટ્રકની બ્રેક ફેઈલ થતા ડમ્પર સાથે અકસ્માત: ચાલકનો આબાદ બચાવ

અકસ્માત પૂર્વે ટ્રક ચાલક કૂદકો મારી નીકળી ગયો : ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ ગયો

 

વડગામના છાપી હાઇવે ઉપર મોડી રાત્રે પવનના સુસવાટા વચ્ચે દૂધ ભરી અમદાવાદથી પાલનપુર જતી મિનિટ્રકની બ્રેક ફેઈલ થતા આગળ જતા એક ડમ્પરને ટકરાઈ હતી જોકે ચાલકે સમય સુચકતા વાપરી ટ્રકમાંથી કૂદકો મારી બહાર આવી જતાં આબાદ બચાવ થયો હતો.

  અંગે મળતી વિગત મુજબ પાલનપુર- મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી નજીક અધુરીયા પુલ પાસે અમદાવાદ તરફથી દૂધ ભરી એક મીની ટ્રક પાલનપુર તરફ જઇ રહી હતી દરમીયાન ટ્રકની બ્રેકફેઈલ થતાં આગળ જતા એક ડમ્પરને ટ્રક ટકરાય તે પૂર્વે ટ્રકના ચાલકે સમય સુચકતા વાપરી ચાલુ ટ્રકમાંથી કૂદકો મારી બહાર નીકળી જતાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે ડમ્પર ચાલક ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માત દરમિયાન દૂધની ટ્રકના આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

(12:31 am IST)