Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

તિથલનો દરિયો તોફાની બન્યો : વલાસાડમાં ભારે પવન ફૂંકાવાથી ભરતીનું પાણી ઉપર આવ્યું

વલસાડના તિથલનો દરિયો પણ તોફાની બન્યો હતો. વલાસાડમાં ભારે પવન ફૂંકાવાથી ભરતીનું પાણી ઉપર સુધી આવતું નજરે પડ્યુ હતુ. વલસાડના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયામાં જતી બોટોને લાંગરવામાં આવી છે. તો લોકોને દરિયાની નજીક જવાની મનાઇ ફરમાવાઇ છે

(10:02 pm IST)
  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • સૌરાષ્ટ્રના ૬૦ તાલુકામાં વરસાદઃ ૪૮ કલાકમાં ૧૦ ઇંચ સુધીનો ભારે વરસાદ પડવા તાકીદ : ૧૩૫ થી ૧૪૦ કી.મી. ઝડપે પવન ફુંકાશેઃ લોકો ગભરાય નહિઃ સુરક્ષીત સ્થળે જ રહેવા અપીલઃ ૨૩૭૯ ગામડાઓને અસરઃ તંત્ર ખડેપગે access_time 11:37 am IST

  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST