Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વાયુ વાવાઝોડાને કારણે વધુ 7 ટ્રેન રદ.પશ્ચિમ રેલવેની 123 ટ્રેનને અસર

સોમનાથ,ઓખા અને ભાવનગરની ટ્રેનો કેન્સલ કરાઈ

અમદાવાદ :વાયુ ચક્રવાતની અસરને લઇને પશ્ચિમ રેલવે વિભાગે અગમચેતીના ભાગરૂપે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકની ટ્રેનને રદ કરી છે. જેમાં પશ્ચિમ રેલવે વિભાગે વધુ 9 ટ્રેન રદ કરી છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 123 ટ્રેનને અસર પહોંચી છે. ત્યારે રદ કરાયેલી ટ્રેનમાં સોમનાથ, ઓખા, ભાવનગરની ટ્રેનને રદ કરાઇ છે.

રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર

રૂટ

૨૨૯૫૮

સોમનાથ-અમદાવાદ

૧૯૨૫૨

ઓખા-સોમનાથ

૧૯૨૫૧

સોમનાથ -ઓખા

૫૯૫૫૨

ઓખા-રાજકોટ

૫૯૨૩૦

ભાવનગર-ધ્રાંગધ્રા

૨૨૯૫૭

અમદાવાદ-વેરાવળ

૫૯૨૪૧

રાજકોટ-સોમનાથ

૫૯૫૫૧

રાજકોટ-ઓખા

૫૯૨૨૭

બોટાદ-ભાવનગર

(7:52 pm IST)
  • મોડીરાત્રે જૂનાગઢમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ :વેરાવળમાં પણ વરસાદ ચાલુ ; જૂનાગઢના વંથલી સહિતના પંથકમાં મેઘરાજાની પધરામણી : કેશોદ અને જેતપુરમાં પણ વરસાદના અહેવાલ access_time 1:04 am IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST