Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

કઠલાલના અભીપુર નજીક નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે મારામારીના બનાવમાં બેને ગંભીર ઇજા

કઠલાલ: તાલુકાના અભીપુર ગામમાં રહેતાં હીરાબેન જીવાભાઈ પરમારને પાડોશમાં રહેતાં ગીતાબેન કલ્પેશભાઈ પરમાર સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ વાતની જાણ ગીતાબેનના પતિ કલ્પેશભાઈ ને થતાં તેઓ પાડોશમાં રહેતાં તેમના માસી હીરાબેનને ઠપકો આપ્યો હતો. જે વાતની રીસ રાખી કલ્પેશભાઈના માસા જીવાભાઈ બુધાભાઈ પરમાર અને તેમનો પુત્ર મહેશભાઈ જીવાભાઈ પરમાર ગમેતેમ ગાળો બોલી કલ્પેશભાઈ પરમારના ઘરે ઝઘડો કરવા પહોંચી ગયાં હતાં. અને ઉશ્કેરાઈ ગયેલા જીવાભાઈ અને મહેશભાઈએ ભેગા મળી કલ્પેશભાઈને મારમારી ઈજા પહોંચાડી હતી. 

જ્યારે બીજા બનાવમાં માતર તાલુકાના આંત્રોલી ગામમાં રહેતાં દશરથભાઈ ભીખાભાઈ રાઠોડે ખેતીની જમીન તેમજ ઘરથાળની જમીનમાં ભાગ પડી ગયાં બાદ તેમની માતા માણેકબેન ના ભાગમાં આવતી જમીન તેમજ મિલ્કત પોતાની પાસે જ રાખી લેતાં તેમના ભાઈ વિક્રમભાઈ ભીખાભાઈ રાઠોડે માતાને ભાગ આપી દેવા બાબતે દશરથને ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાઈ ગયેલા દશરથભાઈ ભીખાભાઈ રાઠોડ અને પિતરાઈ ભાઈ દિનેશભાઈ શીવાભાઈ રાઠોડે ભેગા મળી વિક્રમભાઈ રાઠોડને મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

 

(5:29 pm IST)