Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સુરત: આરટીઓ ઝુંબેશને લઈને રીક્ષા-વાન ચાલકોએ સ્વૈચ્છિક રીક્ષાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો

સુરત: શહેરમાં ટેક્સી-મેક્સીના રજિસ્ટ્રેશન વિના શહેરમાં દોડતી સ્કૂલવેન વિરુદ્ધમાં પોલીસ અને RTOની ઝુંબેશને લઈને સ્કૂલવેન માલિકોએ વાહનોની સેવા સ્થગિત કરી દીધી છે.સ્વૈચ્છિક બંધને કારણે શહેરમાં આઠ હજારથી વધુ સ્કૂલવેન દોડતી બંધ થઈ ગઈ છે. જોકે, સ્કૂલની સાથોસાથ શહેરના ઓટોરિક્ષા એસોસિયેશને પણ રીક્ષાઓ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં 15 હજારથી વધુ સ્કુલ વાન અને સ્કૂલ ઓટોરિક્ષાઓ સેવાઓ આપે છે. સ્કૂલ ઓટોરિક્ષા વિરુદ્ધમાંમાં તો વહીવટી તંત્ર દ્વારા કોઈ ઝુંબેશ હાથ ધરવામાં નથી આવી. તેમ છતાં તેઓએ સ્વૈચ્છિક બંધમાં જોડાઈને સ્કૂલવેન માલિકોને સાથ આપ્યો છે. સ્કુલ વાન અને સ્કુલ ઓટોરિક્ષા ફરતી બંધ થઈ જવાને કારણે શહેરની હજારો સ્કૂલોના વિદ્યાર્થીઓના વાલીઓ માટે એક વધારાની મુસીબત બની છે. સવારથી વાલીઓ બાળકો લઈને સ્કૂલે જઈ રહ્યા છે.

(5:27 pm IST)