Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

સુરત:19 લાખની કિંમતના ગોલ્ડ લિકવિડના જથ્થા સાથે પોલીસે મુંબઈના પ્રવાસીની રંગે હાથે ધરપકડ કરી

સુરત:સુરત-શારજાહની ફ્લાઈટમાં અંડર ગાર્મેન્ટમાં છુપાવીને રૂ.૧૯ લાખની કિંમતના ૫૭૦ ગ્રામ લીકવીડ સોનાના જથ્થા મુંબઈવાસી શખ્શને કસ્ટમ વિભાગે સુરત એરપોર્ટ પરથી ઝડપી લીધો છે.

સુરત એરપોર્ટ પરથી સુરત શારજાહ વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ થવાના પગલે દાણચોરીના ઈરાદે ૨૦ લાખની કિંમત સુધીના લીકવીડ સોનાનો જથ્થો લાવનારા તત્વોને મોકળું મેદાન મળ્યું છે.અલબત્ત સુરત એરપોર્ટના સત્તાધીશો તથા કસ્ટમ વિભાગની બાજ નજરમાં અત્યાર સુધીમાં ત્રણથી વધુ કિસ્સામાં લીકવીડ સોનાના જથ્થો લાવનાર શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે.

(5:26 pm IST)