Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વડોદરા: પોસિબી પોલીસે બાતમીના આધારે વિવિધ જગ્યાએ સટ્ટો રમાડનાર મુંબઈના બુકીની વડોદરાથી ધરપકડ કરી

વડોદરા: શહેર PCB પોલીસને બાતમી મળી હતીકે મુંબઈ નો જાણીતો બુકી મેહુલ જૈન સટ્ટો રમાડવા માટે ગુજરાતના વિવિધ સ્થળે મકાનો ભાડે રાખી અને પોતનું નેટવર્ક ચલાવે છે. અને હાલ તે વડોદરામાં સમા સાવલી રોડ પર અર્થ એમ્બોસીયા એપાર્ટમેન્ટ ના ૫૦૧ નંબરના ફ્લેટમાં રોકાઈ અને સટ્ટો રમાડી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે ફ્લેટને કોર્ડન કરી અને દરોડો પાડતા ફ્લેટમાં મુંબઈનો નામચીન બુકી મેહુલ જૈન સહીત સટ્ટો લેનાર તેના સ્ટાફના માણસો મળી આવ્યા હતા. વિવિધ સીટી નો અલગથી સટ્ટો લેનાર વ્યક્તિઓ અલગ અલગ હતા. જયારે તમામ નું ખાતું સાંભળનાર એક એકાઉન્ટન્ટ પણ તેઓની સાથે હતો. પોલીસે સ્થળ પરથી મેહુલ જૈન , વડોદરા નો સટ્ટો લેનાર માનીશ જયસ્વાલ , મુંબઈ નો સટ્ટો લેનાર હેનીલ પ્રવીનલાલ જૈન,સિકંદર પાસવાન , તમામ લાઈન નો ભાવ લેનાર અનુરાગ ખેટ તેમજ એકાઉન્ટ રાખનાર અમન સંજય શર્મા ની ધરપકડ કરી હતી. જયારે મકાન ભાડે રાખનાર અમિત ગોવિંદભાઈ પટેલ રહે. વડોદરા અને સચિન પ્રવીણભાઈ શ્રીમાર રહે દાહોદ ને વોન્ટેડ જાહેર કર્યા છે

(5:25 pm IST)