Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વડોદરાના નંદેશરી વિસ્તારમાં ટ્રક પલ્ટી જતા ઓઇલ પેઈન્ટના ડબ્બાની ઉઠાંતરી

વડોદરા:નંદેશરી વિસ્તારમાંથી કલરના ડબ્બાઓની ડીલીવરી આપવા નીકળેલી ટ્રક વડોદરા નજીક પલટી જતા લોકો ટ્રકમાંથી ડબ્બાઓ ઉઠાવી ગયા હતા.

ગઈ તારીખ બીજી જૂના રોજ ટ્રક પલટી જતા લોકો ટ્રકમાંથી ડબ્બાઓ ઉઠાવી ગયા હતા. અંગે ટ્રકના ડ્રાઇવરે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ટ્રક પલટી જતા અંદરથી હું બચીને બહાર નીકળી ગયો હતો અને શેઠને જાણ કરવા ગયો તે દરમિયાન કેટલાક લોકો રૂપિયા 1.63 લાખની કિંમતના કલરના 40 નંગ ડબ્બાઓ ઉઠાવી ગયા હતા.

(5:24 pm IST)
  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST