Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

પાદરા તાલુકાના સરપંચ સંઘે વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરી

વડોદરા: જિલ્લાના પાદરા તાલુકાના સરપંચ સંઘ દ્વારા પાદરા તાલુકાના વિવિધ પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.સરપંચ સંઘના પ્રમુખની આગેવાનીમાં પાદરા તાલુકા પંચાયત ખાતે એકત્રિત થઈ આવેદન આપવામાં આવ્યું હતું.

પાદરા તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ રઘુવીર સિંહ રાજ તેમજ સરપંચ સંઘના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત ખાતે ભેગા થઇ વિવિધ ગામોના સરપંચો દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી

(5:24 pm IST)