Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

લોકો ૨૪ કલાક ધૈર્ય રાખેઃ રાહત શિબીરોમાં જ રહેઃ NDRF ડીજી પ્રધાન

માધવપુર (ઘેડ)તા.૧૩, ગુજરાત ઉપર વાવાઝોડા ''વાયુ''ની અસર જોવા મળી છે. આવનાર ૨૪ કલાક મહત્વના છે ત્યારે રાજયમાં સુરક્ષા માટે તૈનાત એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને જણાવેલ કે વાવાઝોડાનો ખતરો હજુ સમ્યો નથી. એટલા  માટે કોઇપણ વ્યકિત તટીય વિસ્તારોમાં ન જાય. તેમણે વધુમાં જણાવેલ કે લોકો ૨૪ કલાક રાહ જોવે અફવાઓ ઉપર વિશ્વાસ ન કરે અને ધૈર્યથી રાહત શીબીરોમાં રહે. હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે જમીન ઘસી નથી રહી પણ પવનની ગતિ વધશે અને મોડે સુધી ચાલશે . એનડીઆરએફની ગુજરાતમાં ૫૨થી વધુ ટીમ તૈનાત છે. ઉપરાંત એસડીઆરએફની ૯ અને એસઆરપીની ૧૪ કંપનીઓ રાહત-બચાવ કાર્ય માટે મુકવામાં આવી છે.

(3:49 pm IST)