Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

વ્હાલ : કુલ 10 જિલ્લાની 5950 સગર્ભા મહિલાઓને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલમાં ખસેડાઇ

રાજ્યના દરિયાકાંઠે વાયુ ચક્રવાત વચ્ચે માનવતા મહેંકી ઉઠી છે. સરકારે આ મહિલાઓ માટે કરેલી વ્યવસ્થા અે પ્રશંસાને પાત્ર છે. કુલ 10 જિલ્લાની ફુલ 5950 સગર્ભા બહેનોને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે.

 દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટરની ઝડપથી દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 150 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે

(1:43 pm IST)
  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST

  • કોણ બનશે ભાજપના અધ્યક્ષ ? પક્ષના નેતાઓ સાથે અમિતભાઇ શાહની બેઠક શરૃઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિતભાઇ શાહ આજે પક્ષના રાજય એકમોની સાથે બેઠક કરીને પક્ષમાં થનારા સંગઠનની ચૂંટણી પર મંથન કરશેઃ આ બેઠકમાં દરેક રાજયોના પ્રમુખ, મહામંત્રી અને રાજય પ્રભારી સામેલ થયા access_time 3:20 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST