Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

દક્ષિણ ગુજરાતમાં ''વાયુ'' વાવાઝોડાની અસર મુંબઇ જતુ ભાવનગરની ફલાઇટનું સુરતમાં લેન્ડીંગ

ડાંગ જિલ્લામાં તોફાની પવન-પતરા ઉડયા... નવસારી મિથલના દરિયામાં કરંટ...NDRF SDRF ટીમ ખડેપગે

વાપી તા. ૧૩ : ''વાયુ''ની અસરને પગલે વરસાદ અને ભારે પવનને લીધે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ખુવારી થઇ રહી છે જેમા વધુ ૪ વ્યકિતઓના મોત નીપજતા સર્વત્ર અરેરાટી વ્યાપી ગઇ છે ''વાયુ''વાવાઝોડાએ દિશા બદલતા હવે ઓમાન તરફ ગતિ કરી છ.ે કાળા ડિબાંગ વાદળો વચ્ચે કડાકા-ભડાકા અને વીજળીને પગલે ડાંગ તેમજ તાપી જીલ્લામાં ખાસ્સુ નુકસાન થવા પામ્યુ છે. અહી ભારે પવનને પગલે અનેક ઘરોના પતરાઓ તેમજ સંખ્યાબંધ વૃક્ષો, લાઇટ પોલ ઝપટમાં આવ્યા છે. નિઝર, ઉચ્છલ અને કુકરમુડા પંથકના તો આશરે ર૦૦ થી વધારે ઘરોને નુકસાન થવા પામ્યું છે. ઉમરપાડા પંથકમાં ૮૦ થી વધુ મકાનોના છતના પતરાઓ ઉડયા છે.

ભારે પવનને પગલે કેટલીયે જગ્યાએ ટ્રાન્સફર બળી જતા કે ટેકનીકલી ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં વીજળી વેરણ બની હતી ડાંગ, ધરમપુર, તાપી અને વાપી પંથકમાં વધુ ૪ વ્યકિતઓના કરૂણ મોત નીપજયા છે.

''વાયુ'' વાવાઝોડાની અસરને પગલે ઉમરગામથી સુરત સુધીના તમામ દરિયાઓ ગાંડાતુર બન્યા છે.૧૦ થી ૧પ ફુટ ઉંચા મોજા ઉછળી દરિયાના રૌદ્ર સ્વરૂપનો પરચો જોતા આ ભયનકતા મોટો વિનાસ સર્જશે તેવી ભીતી લાગી રહી છે.

એમાં નવસારીના માછીવાડમાં દરિયાના પાણી પ્રવેશતા તંત્ર દોડતું થયુંછે નવસારી જીલ્લાને પ૩ કી.મી.નો દરિયો કાંઠો લાગેછે જેને પગલે કાંઠા નજીકના ર૪ ગામોમાં એલર્ટ જાહેર કરાયુ છે. બીચ ઉપર પ્રવેશ બંધી પણ કરાઇ છે. હજીરા સુવાલો ધુમ્મસ સહિતના દરિયા કાંઠા વિસ્તારમાં પણ અવર જવર બંધ કરી દેવાઇ છે.

ભાવનગરથી મુંબઇ જતી એર ઇન્ડિયાની ફલાઇટને સુરત એરપોર્ટ પર અચાનક લેન્ડીંગ કરવુ પડયું છે.એટલું  જ નહિ સુરતથી ભાવનગર તથા અમરેલીની ફલાઇટ પણ બે દિવસ માટે રદ કરવામાં આવી છે.

આ ''વાયુ'' વાવાઝોડાથી પ્રજાજનોને નુકસાન ના પહોંચે કે ઓછુ નુકસાન થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત સમગ્ર વહીવટીતંત્ર સતત ખડેપગે છે.

જેમાં દ.ગુજરાતમાં જેમાં સુરત ઓલપાડ, વલસાડ અને નવસારી સહિતના કાંઠા વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ખડે પગે તૈનાત કરાઇ છે.

સુરત જીલ્લામાં ખોરવાયેલ વીજ પુરવઠામાં આજે સવારે ૬ વાગ્યા સુધીમાં ર૬૩ પૈકી મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરાયો છે.

(12:55 pm IST)