Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ડીસાના જુના નેસડા ગામ પાસે અકસ્માત ગ્રસ્ત અટિંગા ઝડપાઇ કારમાંથી ત્રણ મૃત હાલતમાં સહીત ડઝન બકરા મળતા ચકચાર

 

ભીલડી : બનાસકાંઠા જીલ્લામાં પશુધનની ખરીદી કરી કતલખાને મોકલી દેવાનો ગોરખધંધો વકરી રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના જુના નેસડા ગામ નજીકથી બકરાં ભરેલી વૈભવી અર્ટીગા ગાડી ઝડપાયા બાદ ગાડીમાંથી ત્રણ બકરાં મૃત હાલતમાં મળતાં ચકચાર મચી  છે.

  અંગે મળતી વિગત મુજબ  ડીસા તાલુકાના જુના નેસડા ગામના ત્રણ રસ્તા પાસે સફેદ રંગની અર્ટીગા ગાડી અકસ્માત ગ્રસ્ત હાલતમાં પડેલ હતી. ગાડીમાં બકરાં ભરેલ હોવાનું જણાતાં રોડ પરથી પસાર થઈ રહેલા પેપળુ ગામના વેરશીભાઈ નારણભાઈ નાઈએ મામલે ભીલડી પોલીનું ધ્યાન દોર્યુ હતું.

  ભીલડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં કાચના ઉપરના ભાગે ડાબી સાઈડે 'જય ગોગા' લખેલી નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડીને અકસ્માત નડ્યો હોઈ તેમ ગાડીનું આગળનું બમ્પર નજરે પડ્યુ હોતુ અને એન્જીન પણ બહાર નીકળી આવેલ હતું.તેમજ ગાડીના આગળનો ભાગ તુટેલ જણાયેલ હતો.

  પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી ત્રણ બકરાં મૃત હાલતમાં જ્યારે નવ બકરાં જીવીત હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાકે ગાડી બીન વારસી હાલતમાં મળેલ હોઈ પોલીસે અજાણ્યા ગાડી માલીક વિરૂધ્ધ ધોરણસરનો ગુનો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

 

(9:45 pm IST)
  • 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ છે જે સતત હવે પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી હાલના અનુમાનો મુજબ શકયતાઓ દેખાઈ રહી છે : હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જયારે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પડશે. access_time 11:36 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : રાજ્ય ના તમામ બંદર ઉપર લગાવાયા 9 નંબર નું સિગ્નલ : અતિ ભયજનક ગણાય 9 નંબર નું સિગ્નલ : પોરબંદર, જાફરાબાદ, વેરાવળ સહિત ના બંદર પર પણ ભયજનક 9 નંબર નું સિગ્નલ લગાવાયું : લોકો ને શાંતિ જાળવવા અને સાબદા રહેવા તંત્રની અપીલ access_time 8:14 pm IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST